after three months of marriage rakhi sawant introduced her daughter
  • Home
  • Entertainment
  • Bollywood
  • લગ્નનાં માત્ર 3 મહિના પછી જ અભિનેત્રીને આવ્યું બાળક, લોકોએ કોમેન્ટમાં કંઈ બાકી ન રાખ્યું..!!

લગ્નનાં માત્ર 3 મહિના પછી જ અભિનેત્રીને આવ્યું બાળક, લોકોએ કોમેન્ટમાં કંઈ બાકી ન રાખ્યું..!!

 | 8:37 am IST

આમ તો ઘણી અભિનેત્રી એવી છે કે જેને ડ્રામા ક્વિન તરીકે જ ઓળખવામાં આવે છે. તે કોઈને કોઈ વાતને લઈ હંમેશા વિવાદમાં ઘેરાયેલી રહેતી હોય છે. રાખી સાવંત એમા એક મોટું નામ છે. ફરી એકવાર તે ટ્રોલ થઈ છે અને લોકોએ ખરી ખોટી સંભળાવી છે.

આ વખતે રાખી સાવંતે સોશિયલ મીડિયામાં એક વીડિયો અપલોડ કર્યો છે કે જેનાં કારણે તે ચર્ચામાં છે. હાલમાં જ તેણે લગ્નની ખબરો આપીને ફેન્સને ચોંકાવી દીધા હતા. આ વખતે શેર કરેલા વીડિયોમાં એક બાળકી બોલી રહી છે કે રાખી સાવંત મારી મમ્મી છે.

રાખીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું કે, દોસ્તો મારા ફેન્સ આ મારી દીકરી છે, મહેરબાની કરીને આશીર્વાદ આપો. હવે આ વાત પર જ યુઝર્સ ભડક્યા છે અને રાખી પર અવનવી કોમેન્ટ કરી છે. કોઈને સારી તો કોઈએ અભદ્ર કોમેન્ટ કરી છે.

આ પહેલા રાખીએ અનેક એવી તસવીરો શેર કરી કે જેમાં તે લગ્નના કપડામાં જોવા મળી હતી. પરંતુ અત્યાર સુધી તેના પતિની કોઈ તસવીર સામે નથી આવી. રાખીએ કહ્યું કે તેનો પતિ રિતેશ યૂકે બેસ્ડ બિઝનેસેન છે અને તે લંડનમા રહે છે. રાખીએ એવું પણ કહ્યું કે, તેનો પતિ મીડિયા અને લાઈમલાઈટથી દુર રહેવા માંગે છે.

આ વીડિયો પણ જુઓ: ગુમ યુવતીના પિતાને આશ્રમમાંથી મળી રહી છે ધમકી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન