Ahmed Musaddiq smashes fastest ton in ECS history off 28 balls
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • 13 સિક્સર,7 ચોગ્ગા,28 બોલમાં સદી, ખેલાડીનો મેદાનમાં તરખાટ, 10 ઓવરમાં તો રનોનો એવરેસ્ટ બનાવી દીધો

13 સિક્સર,7 ચોગ્ગા,28 બોલમાં સદી, ખેલાડીનો મેદાનમાં તરખાટ, 10 ઓવરમાં તો રનોનો એવરેસ્ટ બનાવી દીધો

 | 8:22 am IST
  • Share

યુરોપિયન ક્રિકેટ સીરીઝમાં એક બેટસમેને 28 બોલમાં સદી ફટકારી મેદાન પર બાજી મારી લીધી. આ ખેલાડીએ 10 ઓવરના મુકાબલામાં આ કમાલ કરી. ઓપનિંગ કરવા ઉતરેલા આ ખેલાડીએ છેલ્લી વિકેટ પર જઇ વિકેટ ગુમાવી પરંતુ તેની પહેલાં તો રનોનો વરસાદ કરી દીધો. Kummerfelder Sportvereinની તરફથી રમતા અહમદ મુસાદ્દિકે THCC Hamburgની સામે આ કારનામું કર્યું. અહમદ મુસાદ્દિક 28 બોલમાં સદી ફટકારી યુરોપિયન ક્રિકેટ સીરીઝના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો. તેણે ભારતીય મૂળના બેટસમેન ગૌહર મનનો રેકોર્ડ તોડી નાંખ્યો. ગૌહરે કલઝ ક્રિકેટ કલબની સામે 29 બોલમાં સદી ફટકારી હતી.

32 વર્ષના આ ખેલાડીએ પહેલાં બોલથી જ તાબડતોડ બેટિંગ કરીને 33 બોલમાં 115 રનની ઇનિંગ્સ રમ્યો. તેની દમદાર બેટિંગના લીધે Kummerfelder Sportverein એ બે વિકેટ પર 198 રનનો સ્કોર કરી દીધો. મુસાદ્દિકે પોતાની ઇનિંગ્સમાં 7 ચોગ્ગા અને 13 સિક્સર ફટકારી 106 રન તો 20 બોલની અંદર જ લઇ લીધા. તેણે THCC Hamburgના બધા જ બોલર્સને ધોઇ નાંખ્યા અને પોતાની મરજી પ્રમાણે શૉટ ફટકાર્યા. અહમદ મુસાદ્દિકે પહેલી જ ઓરમાં પોતાના ઇરાદાને જાહેર કરી દીધો. તેણે અભિનંદન ઝાના બોલ પર 26 રન લીધા. ત્યારબાદ મુસાદ્દિકે તાબડતોડ બેટિંગ કરી તહેલકા મચાવી દીધો અન સ્પિનર્સ તેમજ બોલર્સને ઘૂંટણિયે ટેકવી દીધા.

13 બોલમાં 50 અને છેલ્લાં બોલ પર આઉટ

મુસાદ્દિકે ઇનિંગ્સની પાંચમી ઓવરમાં બહરામ અલીના બોલ પર સતત ચાર ચોગ્ગા ફટકાર્યા અને 13 બોલની અંદર અડધી સદી ફટકારી દીધી. આ દરમ્યાન તેણે સાથી બેટસમેનની સાથે 100 રનથી વધુની ભાગીદારી પણ કરી. અહમદ મુસાદ્દિકે નવમી ઓવરમાં સિંગલ લઇ પોતાની સદી પૂરી કરી. પછી ઇનિંગ્સના છેલ્લાં બોલ પર તે આઉટ થઇ ગયો. પરંતુ ત્યાં સુધીમાં તો 33 બોલમાં 115 રન બનાવી ચૂકયા હતા. આ સિવાય શોએબ આઝમ ખાને 13 બોલમાં 3 ચોગ્ગા અને 4 સિક્સરથી 32 રનની ઇનિંગ્સ રમ્યું તો દિલરાજ સિંહે ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સરથી 14 બોલમાં નોટ આઉટ 40 રન કર્યા. THCC Hamburgના અભિક જાનાની સૌથી વધુ ધોલાઇ થઇ તેણે બે ઓવરમાં 42 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી.

145 રનથી હારી વિરોધી ટીમ

198 રનનો પીછો કરતાં THCC Hamburg gameના બેટસમેન સ્તબ્ધ થઇ ગયા હતા. તેમના બે જ બેટસમેન બેવડા અંક સુધી પહોંચી શકયા. નક્કી 10 ઓવરમાં ટીમ 7 વિકેટ પર 53 રન જ બનાવી શકયું. આમ તેણે 145 રનથી હારનો સામનો કરવો પડ્યો. Kummerfelder Sportvereinની તરફથી મોહમ્મદ હજરત સૈદ, આશિષ શર્મા અને અસદ અહમદ ખાને 2-2 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન