Ahmedabad ATS nabbed Vicky Yadav involved in the Surat's Surya Marathi Case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સુરતના કુખ્યાત સૂર્યા મરાઠી હત્યા કેસમાં મોટી કાર્યવાહી: નેપાળ ભાગેલા વીકી યાદવને અમદાવાદ ATSએ ઝડપાયો

સુરતના કુખ્યાત સૂર્યા મરાઠી હત્યા કેસમાં મોટી કાર્યવાહી: નેપાળ ભાગેલા વીકી યાદવને અમદાવાદ ATSએ ઝડપાયો

 | 10:02 am IST
  • Share

સુરતના કુખ્યાત અને વેડ રોડમાં માથાભારે સૂર્યા મરાઠીનું તેની જ ઓફિસમાં ઢીમ ઢાળી દેવાની ઘટનામાં અમદાવાદનો રીઢો ગુનેગાર અને ભૂતકાળમાં સુરતના નિલેશ ગજ્જરની હત્યામાં ઝડપાઇ ચૂકેલા વિકાસ ઉર્ફે વીકી ચંદ્રસિંહ યાદવને ATSએ અમદાવાદમાં તેના ગર નજીક દૂધેશ્વર રોડ ઉરથી ઝડપી લીધો હતો. સૂર્યા મરાઠીની હત્યા બાદ દોઢ વર્ષથી વીકી ભાગતો ફરતો હતો.

ગત 12મી ફેબ્રુઆરી-20ની સવારે વેડરોડ ત્રિભુવનનગર સોસાયટીમાં આવેલા ઓમ સાંઇ એપા.ના ભોંયતળિયે આવેલી ઓફિસમાં સૂર્યા મરાઠી બેઠો હતો ત્યારે તેના સાગરીતો હાર્દિક પટેલે તેના જેલના સાથીદાર રાહુલ એપાર્ટમેન્ટ, વીકી યાદવ, સાહિલ સિંધી સહિતના સાત જેટલાં ટપોરીઓ સાથે મળી સૂર્યાની ગેમ બનાવી દીધી હતી. તેની હત્યા વખતે સૂર્યાએ મારેલો ચપ્પુ હાર્દિકની જાંગમાં વાગી જતાં ભાગતી વખતે તેનું પણ અધવચ્ચે જ રક્તસ્ત્રાવને કારણે મોત નીપજ્યું હતું. તે વખતે વીકી તેની પાછળ જ બેઠો હતો.

છેલ્લા દોઢ વર્ષથી પોલીસને ચકમો આપી રહેલાં વીકીને પકડવા માટે ATSએ પણ ઝંપલાવ્યું હતું. અમદાવાદનો રીઢો ગુનેગાર અને ત્યાં પણ હત્યાથી લઇન હથિયારો સાથે ઝડપાઇ ચૂકેલો વીકી સુરતના નિલેશ ગજ્જરની હત્યાથી ચકચારમાં આવ્યો હતો. તે પરત પોતાના ઘરે આવ્યો હોવાની બાતમી વચ્ચે સબ ઇન્સ્પેક્ટર વી.વી. ભોલાએ તેને ઝડપી લીધો હતો.

સૂર્યાની હત્યા બાદ સીધો નેપાળ ભાગી છૂટયો

સૂર્યાની હત્યાનું કાવતરું હાર્દિક અને ટોળકીએ જેલમાં જ ઘઢયું હતું. તેમાં બહાર રહેલાં સૂર્યાના ખાસ ગણાતાં સાગરીતોએ પણ મૂક પ્રેક્ષક બનવા તૈયાર થઇ ગયા હતા. સૂર્યાની હત્યા બાદ વીકી અને સાહિલ નેપાળ પહોંચી ગયા હતા. જ્યાં થોડાક સમય રહ્યા હતા. ત્યાંથી વીકી દિલ્હી આવ્યા બાદ ચાર ધામની યાત્રાએ ફરતો રહ્યો હતો. છેલ્લા આઠ મહિનાથી તે ગોવામાં પડયો પાથર્યો રહેતો હતો. હજુ પણ સાહિલ સિંધી આ ગુનામાં વોન્ટેડ છે. જ્યારે રાહુલ એપાર્ટમેન્ટ પણ પેરોલ લઇ ફરાર થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન