Ahmedabad Corona: AMC Starts Corona Ghar Seva, new 17 Micro Containment Zones Declare
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લેવાયો આ નિર્ણય, વધુ 17 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર

અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લેવાયો આ નિર્ણય, વધુ 17 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર

 | 10:12 pm IST

અમદાવાદમાં શહેરમાં દિવસે ને દિવેસ કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 168 કેસ નોંધાયા હતા. પણ બીજી બાજુ અમદાવાદમાં સતત માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન વધતાં જાય છે. આવો વિરોધાભાસ જોઈને અનેક લોકો ચર્ચાઓ પણ કરી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ હવે નવી જગ્યાઓએ ફેલાઈ રહ્યું છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ 19 પર કાબૂ મેળવવા કોરોના ઘર સેવા સંજીવની વાન સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 168 નવા કેસ નોંધાયા છે, જેની સામે 235 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે આજના દિવસમાં શહેરમાં 7 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યા છે. ત્યારે AMCએ શહેરમાં 17 નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કર્યા છે. આ પહેલા કુલ 110 વિસ્તારમાંથી માઇક્રો કન્ટેઈન્મેન્ટની યાદીમાં છે. હવે શહેરમાં કુલ 127 વિસ્તાર માઇક્રો કન્ટેઈન્મેન્ટ તરીકે અમલમાં મુકાયા છે.

અમદાવાદમાં જ્યાં પહેલાં 300 ઉપર કેસો નોંધાતા હતા, તે કેસોની સંખ્યા હવે અડધી થવા આવી છે. તેવામાં અમદાવાદમાં સતત નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવતાં અનેક સવાલો ઉભા થયા છે. અનલોકનાં તબક્કામાં કોરોનાનું સંક્રમણ નવા વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે. તો બીજી બાજુ કોરોના પર કાબૂ મેળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના ઘર સેવા સંજીવની વાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ વાન હોમ આઇસોલેશનમા રહેતા દર્દીઓને સેવા પુરી પાડશે. આ અભિયાન ચલાવવા માટે નર્સિંગ અને પેરા મેડિકલની 75 ટીમ બનાવામાં આવશે. જેમાં ટીમ દીઠ 2 તાલીમ લીધેલી વ્યક્તિ રહેશે. જ્યારે 10 ટીમ વચ્ચે એક ડોક્ટરની ફાળવણી પણ કરવામાં આવશે. કોરોના ઘર સેવા સંજીવની વાન માટે 150 પેરા મેડિકલ સ્ટાફ અને 10 ડોક્ટરની ફાળવણી કરવામાં આવી છે. પ્રત્યેક ટીમ 10 દર્દીની આરોગ્ય તપાસણી કરશે.

અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વકર્યો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 891 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 57 દર્દીઓના મોત થયાં. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ ગ્રામ્યમાં કુલ 15 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1નું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ ધોળકામાં નોંધાયા છે. ધોળકામાં કુલ 260 કેસ નોંધાઈ ચૂક્યાં છે. જ્યારે સાણંદમાં 185, દસક્રોઈમાં 180, વિરમગામમાં 98, બાવળામાં 89 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન