Ahmedabad Darshan Through Helicopter Services very soon
  • Home
  • Ahmedabad
  • કેબિનેટ મંત્રીનું નિવેદન- ‘હવે હેલિકૉપ્ટરથી થઈ શકશે અમદાવાદ દર્શન’

કેબિનેટ મંત્રીનું નિવેદન- ‘હવે હેલિકૉપ્ટરથી થઈ શકશે અમદાવાદ દર્શન’

 | 9:09 pm IST
  • Share

  • ‘ઉડાન યોજના’ અંતર્ગત હેલિકૉપ્ટર સેવાનો લાભ મળશે
  • સાબરમતી હેલિપેડથી અમદાવાદ દર્શનનું આયોજન
  • વાઇબ્રન્ટ સમિટમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ થશે

અમદાવાદીઓ માટે આકાશમાંથી પોતાના શહેરનો નજારો જોવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. હકીકતમાં રાજ્યના સિવિલ એવિએશન મિનિસ્ટર પૂર્ણેશ મોદીએ અમદાવાદ દર્શન માટે હેલિકૉપ્ટર સેવા શરૂ કરવા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

આ અંગે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં અમદાવાદ દર્શન માટે હેલિકૉપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની “ઉડાન યોજના” અંતર્ગત હેલિકૉપ્ટર સેવાનો લાભ શહેરીજનોને મળે તે માટે કેન્દ્ર સરકાર સાથે વાત કરવામાં આવી છે.

આ માટે સાબરમતી હેલિપેડથી અમદાવાદ દર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સી-પ્લેનના સર્વેમાં 6 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, ધરોઈ અને ઉકાઈ ડેમ જેવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારનું જૂનું વિમાન એર એમ્બ્યુલન્સમાં વાપવામાં આવશે.

ગુજરાત સરકાર પણ હાલમાં નજીકના દિવસોમાં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતીથી SOU સુધી સી-પ્લેન મારફતે અવરજવર વધે લોકોને સારી સુવિધા મળે તેવા શુભ હેતુથી સવાર અને સાંજ આ પ્રકારની સી-પ્લેનની ફ્લાઈટ ઉપલબ્ધ થાય તે કામ ઑન પ્રોસેસ છે.

એર એમ્બ્યુલન્સ માટે ગુજરાત સરકારે પહેલ કરી છે. આ માટે મુખ્યમંત્રી જે પ્લેન વાપરતા હતા તેને આપણે એર એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરી રહ્યાં છીએ. તેની પરવાનગી માટે અમે ભારત સરકારને વિનંતી કરી છે. જેમાં મુખ્યત્વે વાઇબ્રન્ટ સમિટ સમયે તેને શરૂ કરવાનું આયોજન છે. જેના રેટ જોઈએ તો, 108 પર કોલ કરીને એર એમ્બ્યુલન્સ માંગવામાં આવે તો એક કલાકના 50 હજાર રૂપિયા, હોસ્પિટલ દ્વારા જો એર એમ્બ્યુલન્સની માંગણી કરવામાં આવે તો તેનો ચાર્જ 55 હજાર રૂપિયા અને જો કોઈ વ્યક્તિ દ્વારા એર એમ્બ્યુલન્સની માંગણી કરવામાં આવે તો પર કલાકના 65 હજાર રૂપિયાનું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ગત મહિને નવી હૉલિકૉપ્ટર પૉલિસી જાહેર કરી હતી. આ નવી પૉલિસીમાં ભારતના 10 શહેરોના 82 રૂટ ઉપર હેલિકૉપ્ટર કોરિડોર વિક્સિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે હેલિકૉપ્ટર સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, દેશમાં 3 એક્સપ્રેસ વે ઉપર હેલિપોર્ટ્સ ડેવલોપ કરવામાં આવશે. આ એક્સપ્રેસ વે પર આકાર પામનારા હેલિપેડનો ઉપયોગ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિ તેમજ અકસ્માત સમયે પીડિતોને હેલિકૉપ્ટરની મદદથી તાત્કાલીક હોસ્પિટલમાં પહોંચાડવા માટે થશે. દેશમાં 10 શહેરોથી આ સેવાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત મુંબઈના જૂહુ-પૂના અને ગાંધીનગર-અમદાવાદ રૂટથી કરવાનું આયોજન હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો