Ahmedabad In 38,975 vaccinations in a One day, announcement of giving mobiles to the vaccinators in the lucky draw
  • Home
  • Ahmedabad
  • AMCના લકી ડ્રોમાં તેલ-મોબાઇલની જાહેરાત: જાણો એક જ દિવસમાં કેટલું રસીકરણ થયું?

AMCના લકી ડ્રોમાં તેલ-મોબાઇલની જાહેરાત: જાણો એક જ દિવસમાં કેટલું રસીકરણ થયું?

 | 9:30 am IST
  • Share

  • રસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવવા પ્રોત્સાહન રૂપે તેલ અને મોબાઇલ આપવાની મ્યુનિ.ની યોજના

  • લકી ડ્રોમાં રસી લેનારાને મોબાઇલ આપવાની જાહેરાત બાદ શહેરમાં એક જ દિવસમાં 38, 975નું રસીકરણ

  • સ્લમ વિસ્તારમાં કોરોનાની રસી લેનારા 18,749 લોકોને એક લીટર ખાદ્ય તેલના પાઉચ અપાયા

કોરોના સામેનો જંગ જીતવા માટે રસીકરણ જુંબેશને વેગવંતી બનાવવા મ્યુનિ.દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રવિવારે અમદાવાદ શહેરના સ્લમ વિસ્તારમાં રસીકરણ વધારવાના આશયે NGOના સહયોગથી રસી લેનારા 18,749 લોકોને પ્રોત્સાહન રૂપે એક લીટર ખાદ્ય તેલના પાઉચનું વિતરણ કરાયું હતું. જ્યારે મ્યુનિ.ના રસીકરણ સેન્ટરમાં રસી લેનારા તમામ લાભાર્થીઓ પૈકી લકી ડ્રો દ્વારા પસંદગી પામનારા 25 નાગરિકોને પણ પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે રૂ.10 હજાર સુધીની કિંમતનો વ્યક્તિ દીઠ મોબાઇલ આપવાની જાહેરાતના પગલે રવિવારે શહેરમાં કુલ 38,975 લોકોએ રસી લીધી હતી.

કોરોનાથી રક્ષણ માટે રસીકરણ જુંબેશ અતંર્ગત રવિવારે શહેરમાં 15,573 પ્રથમ ડોજ અને 23,402 બીજા ડોજ મળીને કુલ 38,975 લોકોએ રસી લીધી હતી. જો કે AMTS અને BRTS બસ સ્ટેન્ડ ખાતે રસીકરણના આયોજન કરાયા હતા. જેમાં 872 લોકોને રસી અપાઇ હતી. બીજી તરફ શહેરના 50 વર્ષથી વધુ વયના નાગરિકો અથવા 18 વર્ષથી વધુ વયના દિવ્યાંગોને કોવિડ વેક્સિનેશન ઘર સેવા યોજના અતંર્ગત ઘરે જઇને રસી આપવાનું આયોજન કરાયું છે. જેમાં રવિવારે શહેરના ૭૮૩ નાગરિકોને ઘરે જઇને રસી અપાઇ હતી. આ યોજના હેઠળ અત્યારસુધી શહેરમાં 1262 લોકોને રસી આપવામાં આવી છે.

મોલ,મંદિર અને મલ્ટીપ્લેક્સમાંથી 1642 લોકો રસી વગરના પકડાયા

શહેરના ધાર્મિક સ્થળો અને મનોરંજનના સ્થળોએ કોરોનાની રસી લીધી હોય તો જ પ્રવેશ આપવાનો નિર્ણય મ્યુનિ.તંત્રે કર્યો હતો. જેમાં રવિવારે શહેરના 44 મોલ, 97 મંદિર અને 16 મલ્ટીપ્લેક્સ મળીને કુલ 157 સ્થળોએ રસી લીધેલા લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરવા મ્યુનિ.ની 200 થી વધુ ટીમોએ સરપ્રાઇઝ ચેંકીગ કર્યું હતું. તેમાં 11,312 લોકોને ચેક કરતા 1642 લોકો રસી વગરના પકડાયા હતા. તેમાંથી 1402 લોકોને રસી આપવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો