Ahmedabad In Corona Care 15 more Covid Care Centers have been declared for the treatment of patients
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં કોરોના કહેર: દર્દીઓને સારવાર માટે વધુ 15 કોવિડ કેર સેન્ટર જાહેર, જાણો કયા કેટલા બેડ ઉપલબ્ધ?

અમદાવાદમાં કોરોના કહેર: દર્દીઓને સારવાર માટે વધુ 15 કોવિડ કેર સેન્ટર જાહેર, જાણો કયા કેટલા બેડ ઉપલબ્ધ?

 | 7:50 am IST
  • Share

અમદાવાદમાં વધુ ૧૫ ખાનગી હોસ્પિટલ, નર્સિંગ હોમને ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે જાહેર  કરાયા છે. કોરોનાના દર્દીઓ માટે વધુ ૨૩૫ બેડ ઉપલબ્ધ કરાયા છે. ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં AMC દ્વારા નક્કી કરાયેલા રેટ મુજબ દર્દીને સારવાર અપાશે અને આ સારવારનો ખર્ચ દર્દીએ પોતે ભોગવવાનો રહેશે.

મ્યુનિ. દ્વારા SVPમાં ૫૦૦ બેડ ઉપરાંત વધારાના ૫૦૦ બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવાયા છે તેમજ અન્ય બિમારીની સારવાર લેતા દર્દીઓને રજા અપાયા પછી તે બેડ કોરોનાના દર્દીઓ માટે રીઝર્વ રાખવા સૂચના છે. છેલ્લાં બે દિવસમાં વધારાના ૫૭૨ બેડ કોવિડના દર્દીઓ માટે ઉપલબ્ધ કરવા સાથે કુલ ૮૨૭ બેડ કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારવામાં આવ્યા છે.

હોસ્પિટલ, નર્સિંગ હોમ           બેડની સંખ્યા

હેત મેટરનિટી                         ૫

પ્રમુખ હોસ્પિટલ                      ૧૪

પ્રેરણા ગાયનેક હોસ્પિટલ       ૧૦

શૈવા હોસ્પિટલ                        ૩૫

હીના સર્જીકલ હોસ્પિટલ         ૧૦

આનંદ મલ્ટી સ્પેશિયાલિટી      ૧૪

શ્રી ગુજરાત હોસ્પિટલ           ૧૫

સ્પંદન ઈમરજન્સી, ક્રિટીકલ કેર ૨૨

ક્રિશ્ના મલ્ટીસ્પેશિયાલિટહોસ્પિટલ ૨૪

ફેમિલી કેર હોસ્પિટલ            ૧૦

ન્યુ તૃપ્તિ હોસ્પિટલ             ૨૦

મેડિકયોર હોસ્પિટલ             ૧૨

આયોગ સર્જીકલ હોસ્પિટલ      ૨૨

વિમલ હોસ્પિટલ                 ૧૦

તિલક હોસ્પિટલ                  ૧૨

કુલ હોસ્પિટલ                   ૨૩૫

ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર

વિગત                        દિવસના નક્કી કરેલ ભાવ

આઈસોલેશન વોર્ડ      રૂ. ૬,૫૦૦

એચ.ડી.યુ.                  રૂ. ૮,૦૦૦

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન