Ahmedabad Isanpur In Epidemic will also be 'free' with the Corona vaccine
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મ્યુનિ. તંત્રની ઘોર બેદરકારી: અમદાવાદના ઇસનપુરમાં વેક્સિન સાથે રોગચાળો પણ ‘મફત’ મળશે

મ્યુનિ. તંત્રની ઘોર બેદરકારી: અમદાવાદના ઇસનપુરમાં વેક્સિન સાથે રોગચાળો પણ ‘મફત’ મળશે

 | 2:05 pm IST
  • Share

અમદાવાદના અનેક વિસ્તારોમાં મ્યુનિ. તંત્રની બેદરકારીના કારણે ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે. તેમ છતાંય તંત્ર દ્વારા કોઇ કામગીરી કરાતી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળે છે. આવું જ કંઇક શહેરના ઇસનપુર વિસ્તારમાં જોવા મળ્યું છે. સરકારી શાળા જ્યાં રસીકરણ કેન્દ્ર પણ ચાલે છે.

તેની આગળ જ ગંદકીના ગંજ છતાંય સફાઇના નામે તંત્રની કામગીરી શૂન્ય જેવી છે. એટલે તમે રસી લેવા આવો તો કોરોનાથી તો બચી જશો પણ શાળા પાસેની ગંદકીના લીધે રોગચાળાનો ભોગ બનો તો નવાઇ નહીં. એટલે કે ઇસનપુરમાં કોરોનાની રસી સાથે રોગચાળો ‘મફત’ માં મળશે.

ઇસનપુરના ભૈરવનાથ મંદિર ચાર રસ્તા નજીક આવેલી મિલ્લતનગર ગુજરાતી શાળાની આગળ જ છેલ્લા કેટલાય સમયથી કચરાના ઢગલાં પડેલા છે. ઉપરાંત ત્યાં રખડતાં ઢોરો પણ અડ્ડો જમાવીને ગંદકી કરે છે. જો કે આ શાળામાં રસીકરણ કેન્દ્ર ચાલતું હોવાથી ત્યાં રસી લેવા માટે લોકો આવતા હોય છે. ત્યારે આ શાળામાં રસી લેવા આવનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

એટલે કે શાળા આગળ આ રીતે ગંદકીને જોઇને રસી લેવા આવનારા લોકો પણ કહે છે કે કોરોનાથી બચાવવા સરકારે રસી માટે વ્યવસ્થા તો ગોઠવી દીધી. પરંતુ રસીકરણ કેન્દ્ર આગળ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રોગચાળાથી બચવા માટે તંત્રે કોઇ પગલાં ભર્યાં નથી. એટલે તાકીદે આ ગંદકી સાફ કરવવામાં આવે તેવી લોક માંગ ઊઠી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો