Ahmedabad Police Caught School Trustee over Woman Teacher Case
  • Home
  • Ahmedabad
  • અમદાવાદનો હવસખોર સ્કૂલ સંચાલકઃ મહિલા પ્રિન્સિપાલના ઘરમાં ઘૂસી ગાલ પર કિસ કરી બચકાં ભર્યાં

અમદાવાદનો હવસખોર સ્કૂલ સંચાલકઃ મહિલા પ્રિન્સિપાલના ઘરમાં ઘૂસી ગાલ પર કિસ કરી બચકાં ભર્યાં

 | 8:09 pm IST

શિક્ષણના સંસ્કારનું ધામ એટલે શાળા. પણ હાલનાં કળિયુગના સમયમાં શાળાઓમાં પણ હવસની પાપલીલાઓ ચાલતી હોય છે. અમદાવાદમાં હવસખોર સ્કૂલ સંચાલકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના અમરાઈવાડીની ખાનગી સ્કુલના સંચાલકે રોમીયોગીરીની હદ વટાવી દીધી હતી. શિક્ષિકાએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતાં ઘરમા ઘુસીને સ્કૂલ સંચાલકે ગાલ પર બચકા ભર્યા હતા. આ મામલે શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પરથી રામોલ પોલીસે સંચાલકની ધરપકડ કરી છે.

અમરાઈવાડીમાં આવેલી રૂપાબા વિદ્યાલયના સંચાલક પારકો મુદલીયારની નજર પોતાની જ શાળાની મહિલા પ્રિન્સિપાલ પર બગડી હતી. પારકો મુદલિયાર મહિલા પ્રિન્સિપાલને અવાર નવાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી હેરાન કરતો હતો. એટલું જ નહીં વોટ્સએપ પર વાતો કરવા માટે પણ તે દબાણ કરતો હતો. પણ સતત પ્રેમ સંબંધનો ઈન્કાર કરતાં આરોપી સંચાલકનો પિત્તો ગયો હતો.

5 જુલાઈએ રાતના 8 વાગ્યે પારકો મુદલિયાર શિક્ષિકાના ઘરે જઈને તારો ફોન ચેક કરવો છે તું કોની કોની સાથે વાતો કરે છે તેમ કહેતા શિક્ષિકા ફોન ચેક કરવા દીધો નહોતો. જેને કારણે આરોપીએ શિક્ષિકાને લાતો મારી, સોફા પર પછાડી મોં પર કિસ કરી તેમજ ગાલ પર બચકાં ભર્યા હતા. અને મહિલાને માર માર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

અમરાઈવાડીમા આવેલી રૂપાબા વિદ્યાલયમાં અઢી વર્ષ પહેલાં શિક્ષિકા તરીકે મહિલા જોડાઈ હતી. અને તે સ્કુલના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી હતી. છેલ્લા થોડા સમયથી સ્કુલના સંચાલક પારકો મુદલીયારે સ્કુલમા શિક્ષિકા એકાંતમા હોય ત્યારે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યુ. વોટસએપ અને કોલ કરીને શિક્ષિકાને પરેશાન કરવાનુ શરૂ કર્યું. પરંતુ શિક્ષિકા તરફથી કોઈ જવાબ નહિ મળતાં સંચાલકે છેડતી કરવાનુ શરૂ કર્યુ. રામોલ પોલીસે શિક્ષિકાની ફરિયાદ બાદ આરોપી સંચાલકની ધરપકડ કરી છે. આરોપી અન્ય કોઈ મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય કરતો હતો કે નહિ તેને લઈને પોલીસે આરોપીના મોબાઈલ અને વોટસએપ ચેટની તપાસ શરૂ કરી છે.

આ વીડિયો પણ જુઓઃ હવે અમદાવાદના પશ્વિમમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સૌથી વધુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન