Ahmedabad policeman named Surendra commits a crime
  • Home
  • Ahmedabad
  • સુરેન્દ્ર નામનો પોલીસકર્મી ગુંડા સાથે હાથ મિલાવી મારે છે રોફ

સુરેન્દ્ર નામનો પોલીસકર્મી ગુંડા સાથે હાથ મિલાવી મારે છે રોફ

 | 7:30 am IST
  • Share

  • પીએસઆઇ સુધીના કર્મચારીઓને પણ ગાંઠતો નથી

  • સુરેન્દ્ર પોતાની જાતને પણ પીઆઈ જ માન છે

     

શહેરનો સુરેન્દ્ર નામનો પોલીસકર્મી સિંહની જેમ રહે છે, તેમજ તેની સાથે કામ કરતા પીએસઆઇ સુધીના કર્મચારીઓને પણ ગાંઠતો નથીલખા નામના ગુનેગાર સાથે હાથ મિલાવીને સુરેન્દ્ર અન્ય પોલીસને કામગીરી કરવા ન દેતો હોવાની પોલીસબેડામાં ચર્ચા ચાલી રહી છે. સુરેન્દ્રને કોઇનો ડર એટલા માટે નથી, કારણ કે તેનો સગો મોટો ભાઇ PI છે.

કોર્પોરેટ કોમ્પ્લેક્સમાં આવેલા પોલીસ સ્ટેશનના PSIથી PI ત્રાહિમામ્

હાલ તે સુરતમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે, જેથી સુરેન્દ્ર પોતાની જાતને પણ પીઆઈ જ માન છે અને મનફાવે તેને ધમકાવે છે. તેના ભાઇના બેચના જ કેટલાક પોલીસ અધિકારીઓ અમદાવાદમાં પણ હાલ ફરજ બજાવી રહ્યા છે, જેના કારણે ગુનેગારોના માથે સુરેન્દ્રના ચાર હાથ હોવાનો ગણગણાટ છેઅગાઉ તે અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં પણ વહીવટદાર તરીકે રહીને ખિસ્સા ગરમ કરતો હતો, જેથી શહેરના મોટાભાગના પોલીસ અધિકારીઓને તે ખઇબદેલો છે. એક મોટા મોલની ગલીમાં આવેલા પોલીસ સ્ટેશનના આ વહીવટદાર તેની પત્નીને પણ રાણીની જેમ રાખે છે.  

ACPને રજેરજની માહિતી આપી સતત ટેન્શનમાં રાખે છે 

શહેરના પશ્ચિમ વિસ્તારના એક PI સતત ટેન્શનમાં રહે છે, કારણ કે તેમના જ એક PSI હેરાન કરી રહ્યા હોવાની ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે. જોકે PSI આ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી હોવાથી અન્ય પોલીસ કર્મચારીઓને પણ તેમના તાબે લઇ લીધા છે. PSI કહે એ જ વહીવટદાર રાખવા માટે જીદે ચઢીને એક ACP ને PI સામે ચઢાવીને દમ મરાવે છે, જેના કારણે PI ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે. ACP પણ દિવસના  20થી પણ વધારે ફોન કરીને PIને હેરાનપરેશાન કરી રહ્યા છે, જેથી તેમને પણ મજા આવી ગઇ છે. છેલ્લે કંઇ નહીં તો મહિલા પોલીસ કર્મચારીઓને આગળ કરીને પોલીસ ઈન્સ્પેક્ટરને દાબમાં રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. તેમને બદનામ કરવા માટે મહિલા પોલીસ દ્વારા આક્ષેપો કરાવડાવીને જીવવું ઝેર કરી દીધું છે. જોકે કોર્પોરેટ કોમ્પ્લ્ક્સમાં આવેલા પોલીસ સ્ટેશનના PSIની દાદાગીરીના વશ હજુ અધિકારી થતાં ન હોવાથી રોજ નવાનવા નુસખા અપનાવી રહ્યા છે તેમ છતાં સફળ ના થતાં માથું ખંજવાળતા હોવાની પોલીસ બેઠામાં ચર્ચા ચાલી રહી છે.

પશ્ચિમના એક PIએ અઠવાડિયામાં જ ચાર વહીવટદાર બદલી નાખ્યા

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે મારામારી સહિતની ફરિયાદ નોંધાતી હોય તેવા એક પોલીસ સ્ટેશનમાં થોડાસમય પહેલાં નવા પીઆઇએ ચાર્જ સંભાળ્યો હતો, પરંતુ દિવાળી નજીક હોવાથી બે વહીવટદારોએ પીઆઇને અનેક જગ્યાએથી ભલામણો કરાવી હતી, પરંતુ બે પૈકી એક વહીવટદારની છાપ ઉચ્ચ અધિકારીઓ સામે ખરાબ હોવાથી પીઆઇએ તેની ચેમ્બરમાં નહીં આવવાનું અને વહીવટ નહીં મળે તેવું સ્પષ્ટ કહી દીધું હતું. પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે કે, પંદર દિવસ પહેલાં પીઆઇને વહીવટદાર પર વિશ્વાસ ન આવતા તાત્કાલીક તેની પાસેથી વહીવટ લઇ લીધો હતો. છેલ્લા એક અઠવાડિયામાં પીઆઇએ એક નહીં, પરંતુ ચાર ચાર વહીવટદારોને બદલ્યા છે. હાલમાં રાજ્યના એક પીઆઇના સંબંધીને આ પીઆઇએ વહીવટ સોંપ્યો છે, પરંતુ આ પોલીસ સ્ટેશનનો વહીવટ લેવા માટે પીઆઇની ચેમ્બર બહાર 1010 લોકોની લાઇનો પણ લાગી હતી.  

દરિયામાં જયની ભગિની સંસ્થાના ચાલી તોગુજરાતમાં શરૂ કરી

શહેરમાં હાઇપ્રોફાઇલ જુગારધામમાં પીઆઇ સહિત અનેક પોલીસ કર્મીઓનો ભોગ લેનાર જય અને તેની ભગિની સંસ્થાએ હવે વિદ્યાર્થીઓની સતત ચહલપહલ ધરાવતા એક પોલીસ સ્ટેશન પર કબ્જો કર્યો છે. ત્યાં પણ બે નંબરી કારોબાર કરનારા લોકોને મોટાપાયે પ્રોટેક્શન મણી લઇને સાચવવામાં આવે છે. ભગિનીસંસ્થા સ્થાપનાર કર્મીએ અગાઉ પૂર્વ અને ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરીને ત્યાંથી વહીવટ કેવી રીતે થાય તેની ટેક્નિક શીખ્યો હતો. બાદમાંભગિનીસંસ્થા સાથે જય પણ જોડાતા બન્નેએદરિયામાં ઝંપલાવ્યું હતું, પરંતુ બન્ને ડૂબે તે પહેલાં પોલીસ અધિકારી અને કેટલાક પોલીસકર્મીઓને ડૂબાડી લીધા હતા. ગુજરાતમાં ચાલતા હાઇપ્રોફાઇલ કેફેમાં અંદરખાને હુક્કાબાર, કેટલીક જર્જરિત બિલ્ડિંગોમાં કોલ સેન્ટર સહિતની બેનંબરી કામ કરનારને ગ્રીન સિગ્નલ આપતા જય અનેભગિનીસંસ્થાએ પૈસા ઉઘરાવવા  માટે બે પેટા વહીવટદારો રાખ્યા છે તેવું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો