Ahmedabad Satellite Couple End their life
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: સેટેલાઈટમાં સ્યુસાઈડ નોટ લખી વૃદ્ધ દંપતીએ ગળે ફાંસો ખાધો

અમદાવાદ: સેટેલાઈટમાં સ્યુસાઈડ નોટ લખી વૃદ્ધ દંપતીએ ગળે ફાંસો ખાધો

 | 4:28 pm IST
  • Share

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. 80 વર્ષીય નિવૃત પ્રોફેસરે પોતાની પત્ની સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી છે. વૃદ્ધ દંપતીએ બીમારીના કારણે મોતને વ્હાલુ કરવાનો ઉલ્લેખ સ્યુસાઈડ નોટમાં કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં રહેતા યોગેન્દ્ર વ્યાસ છેલ્લા કેટલાક વર્ષોથી કિડનીની બીમારીથી પીડાતા હતા. જ્યારે તેમના પત્ની અંજના વ્યાસ પણ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. બન્ને વૃદ્ધ પતિ-પત્નીએ આપઘાત કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે,

“તેઓ બીમારીથી કંટાળી ગયેલા હતા અને ઘણી બધી દવાઓ કરી ઘણા બધા યોગ પણ કર્યા. આમ છતાંય તેમની શારીરિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. આખરે કંટાળીને તેઓ મોતને વ્હાલું કરી રહ્યાં છે. આટલું જ નહીં, સ્યુસાઈડ નોટમાં પરિવારમાં કોઈને પરેશાન ના કરવા પણ જણાવ્યું છે.”

“મનજી મુસાફર રે, ચાલો નિજ દેશભણી, અવધ આપણી ઈચ્છા થઈ છે પૂરી’ એમ એક્સપાયરી ડેટનો અનુભવ થાય છે. આ પૃથ્વીના તખ્તા ઉપર ભજવવાની તમામ ભૂમિકાઓ દિલપૂર્વક યથાશક્તિ ભજવી લીધી. હવે તખ્તા ઉપર નકામી ભીડ શાને કરવી? હજુ પણ પરિવાર, સમાજના ગળે ટિંગાઈ રહેવું, એમાં આપણી શી શોભા? આપણી શોભા કે વેળાસર જતા રહીએ અને લીલી વાડી મૂકીને જ નહી, ભોગવીને જઈએ છીએ.”

હાલ નિવૃત જીવન ગુજારતા પ્રોફેસર અને તેમના વૃદ્ધ પત્નીની સજોડે આત્મહત્યા મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો