Ahmedabad SG Highway To Airport BRTS Bus Service Will Resume, Buses Available Every 30 Minutes
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • આનંદો! અમદાવાદ એરપોર્ટથી શહેરના આ વિસ્તારોમાં ફરી BRTS બસ દોડશે

આનંદો! અમદાવાદ એરપોર્ટથી શહેરના આ વિસ્તારોમાં ફરી BRTS બસ દોડશે

 | 7:02 pm IST
  • Share

  • અમદાવાદ એરપોર્ટથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર BRTS બસ દોડશે

  • વર્ષ 2017માં શરૂ કરવામાં આવેલી BRTS બસોને કોરોના મહામારીના સમયમાં બંધ કરવામાં આવી હતી

  • દૈનિક 1 લાખની ખોટ થતી હોવાથી વર્ષ 2018માં આ સેવા બંધ કરી દેવામાં આવી

અમદાવાદ એરપોર્ટથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર BRTS બસ દોડશે. વર્ષ 2017માં શરૂ કરવામાં આવેલી BRTS બસોને કોરોના મહામારીના સમયમાં બંધ કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ પર આવતા લોકોને શહેરમાં જવા માટે સસ્તામાં આ સેવા આપવામાં આવી હતી.

કર્ણાવતી ક્લબથી ઇસ્કોન સર્કલ, જોધપુર ચાર રસ્તા, શિવરંજની, હિંમતલાલ પાર્ક, IIM, હેલ્મેટ ચાર રસ્તા, શાસ્ત્રીનગર, અખબારનગર, RTO, શાહીબાગ થઈ એરપોર્ટ જશે. આ માટે ટિકિટ દર ફક્ત 50 રૂપિયા રાખવામાં આવ્યો હતો. ખાનગી કારચાલકો અને રીક્ષા ડ્રાયવરો લોકોને બેફામ રીતે લૂંટી રહ્યા હતા ત્યારે આ સેવા લોકો માટે ખુબ જ સુવિધા આપનારી બની રહેશે. છેલ્લા ત્રણ વર્ષથી આ સેવા બંધ હતી, જેના લીધે દરરોજ BRTSને રૂપિયા 1 લાખનું નુકશાન હતું.. BRTS વિભાગ ફરી આ બસને દિવાળી પહેલા શરૂ કરવાની વિચારણા કરી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને સસ્તા દરે ટ્રાન્સપોર્ટેશન મળી રહે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઇવેથી એરપોર્ટ સુધી BRTS શટલ બસ સેવા જે છેલ્લાં ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવી હતી, એને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15 જેટલી CCTV સર્વેલન્સ અને એનાઉન્સમેન્ટ સાથેની ઇલેક્ટ્રિક એસી બસો 19 કિલોમીટરના રૂટ પર દોડાવવામાં આવશે. સવારે 6થી રાતે 11 વાગ્યા સુધીમાં દર 30 મિનિટે બસની ફ્રિકવન્સી રહેશે. એરપોર્ટ પર પિકઅપ પોઇન્ટ પર જ ટિકિટબારી બનાવવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, વર્ષ 2017માં એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધીની આ BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી. દિવાળી પહેલાં મુસાફરોને બસની સુવિધા મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો