Ahmedabad Vejalpur 15-year-old minors Boy with 13-year-old girl Misdemeanor
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં સામે આવ્યો માતાપિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, પોતાના છોકરા-છોકરીને ઘરે એકલા મૂકતા ચેતજો..

અમદાવાદમાં સામે આવ્યો માતાપિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, પોતાના છોકરા-છોકરીને ઘરે એકલા મૂકતા ચેતજો..

 | 9:18 am IST

રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. નાના બાળકોથી માંડીને મોટા માણસોના મનમાં પશ્ચિમી સંસ્કૃતિની અસર જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં એક મોટો કિસ્સો સામે આવ્યા છે જે તમામ માટે એક મોટો સવાલ ઉભો કરે છે. અમદાવાદના વેજલપુરમાં માતાપિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 15 વર્ષના સગીરે એક 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસ આ ઘટનામાં ઉંડાણપૂર્વક જઈને તપાસ કરી રહી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં અનેકવાર દુષ્કર્મની ઘટના સામે આવતી હોય છે. પરંતુ અમદાવાદના વેજલપુરમાં સગીર છોકરા-છોકરીને ઘરે એકલા મુકતા દરેક માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. વેજલપુરમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં એક સગીરા રહેતી હતી, સગીરા જ્યારે ઘરે એકલી હતી ત્યારે તેના એપાર્ટમેન્ટમાં રહેતો અન્ય એક કિશોર તેના ઘરે ગયો હતો અને સગીરાને રમવાના બહાને ધાબે બોલાવીને ઉપર લઈ ગયો હતો. પરંતુ આ સગીર કિશોર રમવાની નહિ પણ કંઈક અલગ જ કરવાની મનશા મનમાં રાખીને બેઠો હતો. જેથી સગીરાને ધાબા પર લઇ જઈને 15 વર્ષના આ સગીરે પહેલા 13 વર્ષની સગીરાને પોતે પ્રેમ કરતો હોવાનો એકરાર કર્યો અને ત્યારબાદ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

13 વર્ષની સગીરા છેલ્લા 5 મહિનાથી જ અમદાવાદમાં તેના માતા પિતા પાસે આવી હતી. જોકે આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બંગલામાં કામ કરતા સગીરાના માતા-પિતા ઘરે કામ પરથી પરત આવતા પાડોશીઓએ સગીરા બપોરના બે કલાક બાજુમાં રહેતા સગીર કિશોર સાથે ધાબા પર ગઈ હોવાની જાણ કરી હતી. સગીરાની માતાએ તેને સમગ્ર વાત વિશે પુછતા સગીરા ભાંગી પડી હતી અને તેણે માતાની સમગ્ર હકીકત જણાવી હતી.

સગીરાની હકીકત જાણ્યા પછી માતા હેબતાઈ ગઈ હતી. અને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં 15 વર્ષીય સગીરે પોતાની દીકરી પર કરેલા દુષ્કર્મની ફરિયાદ જાણીને અધિકારીઓ પણ હેબતાઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ આ પણ વીડિયો: અમદાવાદ નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન