Ahmedabad's bootlegger Bansi used to keep track of inflows and outflows with technology
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • લતીફના રસ્તે જતો કુખ્યાત બુટલેગર બંસી ટેક્નોલોજી સેવી, આવક-જાવકના હિસાબ જાણી પોલીસ ચોંકી ગઇ

લતીફના રસ્તે જતો કુખ્યાત બુટલેગર બંસી ટેક્નોલોજી સેવી, આવક-જાવકના હિસાબ જાણી પોલીસ ચોંકી ગઇ

 | 9:09 pm IST
  • Share

અમદાવાદની ઝોન-5 સ્કવોડે કુખ્યાત બુટલેગર અને ખાખીના મિત્ર તરીકે ઓળખાતા એવા બંસીની ધરપકડ કરી છે. જોકે બંસીની પૂછપરછમાં તેની બિઝનેસ સ્ટાઇલ જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી. બંસી જૂની પુરાણી સ્ટાઈલથી નહીં પણ ટેક્નોલોજીના ઉપયોગ સાથે રીતસર કંપની ફોર્મેટમાં હિસાબ-કિતાબ રાખીને દારૂનો વેપાર થતો હોવાનું દારૂના ડીલર બંસીની ધરપકડમાં ખુલ્યું છે. તે દારૂનો ધંધો કરવા માટે કોલ સેન્ટરમાં વપરાતી ‘જેક’ ટેક્નોલોજી વાપરતો હતો.

કુખ્યાત બુટલેગર બંસી છેલ્લા ઘણા સમયથી દારૂનો મોટો વેપારી બની ગયો હતો. અનેક ગુનામાં વોન્ટેડ હોવાથી તે 14 વાહનો સાથે ઝોન-5 સ્કવોડે તેની ધરપકડ કરી હતી. જેની તપાસ હવે ઝોન-4 ડીસીપીની અધ્યક્ષતામાં મેઘાણીનગર પીઆઇને સોપાઈ છે. બંસી ખાખી વર્ધીનો સાથ મેળવી દારૂનો મોટો ધંધો કરતા તપાસમાં કોઈ ખામી ન રહે તે માટે અન્ય અધિકારીને તપાસ સોપાઈ છે. જોકે તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે ધંધાના હિસાબો પણ કંપની ફોર્મેટમાં રાખતો હતો. બંસી દારૂનો ધંધો કંપની ફોર્મેટ હિસાબ રાખતો હતો. તે આવક-જાવકના હિસાબ અને ખરીદીની સાથે હાઈટેક ટેક્નોલોજીના ઉપયોગ પણ આ દારૂના વેપારમાં કરતો હતો. આ રેકેટમાં સંકળાયેલા વિસેક લોકોના નામ તપાસમાં સામે આવ્યા છે.

ગુજરાતમાં હાલ વિનોદ સિંધી સૌથી મોટો દારૂનો ડીલર હોવાનું મનાય છે. પણ અગાઉ કમલેશ ભૈયા સાથે સંકળાયેલા બંસી મારવાડીને હાલ કમલેશ ભૈયાની જગ્યા લઈને લતીફ જેવો બનવા તરફ આગળ વધી રહ્યો હતો અને તેને કેટલાક બેઇમાન પોલીસવાળા મદદ પણ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં એકાદ બે એજન્સીનો પણ તેને સાથ મળતા તે મોટો વેપારી બની ગયો હતો. આ બધાની વચ્ચે બંસીને અનેક લક્ઝુરિયસ કાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

બંસી અમદાવાદમાં દારૂનો માફિયા બની ગયો અને તેણે પૂર્વ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પણ ઉભી કરી હતી. પોલીસ કહે છે કે, બંસી અમદાવાદમાં એક માત્ર દારૂનો ડીલર હતો. તે વિનોદ સિંધી પાસેથી દારૂ ખરીદતો અને અમદાવાદના અલગ-અલગ લોકો મારફતે દારૂ સપ્લાય કરતો હતો. બંસીએ એક કંપની ફોર્મેટની જેમ દારૂનો વેપાર ચલાવતો હતો. જેનો વ્યવસ્થિત હિસાબ પણ લખતો હતો. જેમાં આવક ખર્ચ સહિતના હિસાબો પોલીસને મળ્યા છે. જેમાં દારૂ માટે ખરીદેલી ગાડીઓના હિસાબ તેની સાથે દારૂ પકડાય અને પછી કોઈ વાહન છોડીને જવું પડે તે ખર્ચનો પણ ઉલ્લેખ છે. તે કોને કેટલા રૂપિયા ચૂકવ્યા દરેક બાબતનો હિસાબ પોલીસને નામ સહિત મળ્યા છે જે હવે પોલીસની તપાસમાં બહાર આવશે.

બંસી અને તેના સાગરિતો સીધા કોલ કરવાના બદલે voip સિસ્ટમનો ઉપયોગ કરતા હતા. તેની સાથે તેઓ કોલ સેન્ટરમાં જે રીતે વિદેશના નાગરિકને છેતરવા માટે જેક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. જેનાથી તેઓ કોઈને ફોન કરે તો અમેરિકા, કેનેડા, સિંગાપુરના નંબર ડિસ્પ્લે થતાં હતા. તેમજ કોઈ ટ્રેસ કરી શકતા ન હતા. જોકે પોલીસ બેડાની ચર્ચા મુજબ ખાખીના સાથ વગર આ રીતે મોટા બુટલેગર બનવું અશક્ય છે તેમ બંસી પણ અનેક બેઇમાન પોલીસના સાથથી જ આ ધંધામાં આગળ વધ્યો હોઇ શકે. જેવો તે પોલીસ પકડમાં આવ્યો તુરંત જ તેનો વધુ એક માલ સ્ટેટ મોનિટરિંગ સેલે કણભામાંથી પકડી પાડ્યો છે. લાખો રૂપિયાનો દારૂ પકડતા તેના ભાઈને તેણે આ કામ સોંપ્યું હોવાનું સામે આવતા હવે બંસી પર પણ વધુ કાર્યવાહી હાથ ધરી તેનું વર્ચસ્વ નાબૂદ કરવા પોલીસ પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસ પાર પાડવા જ તપાસ અન્ય અધિકારીને સોંપી દેવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન