Air India says will vaccinate all employees by Month-End
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હવાઈ મુસાફરી કરનારાઓ સાવધાન, વેક્સિન નહી તો વિમાન ઉડાડવા AIના પાઇલોટ્સનો ઇનકાર

હવાઈ મુસાફરી કરનારાઓ સાવધાન, વેક્સિન નહી તો વિમાન ઉડાડવા AIના પાઇલોટ્સનો ઇનકાર

 | 10:20 pm IST
  • Share

એર ઈન્ડિયાના પોઇલોટસે જો તેમને તત્કાળ કોવિડ-19 વેક્સિન આપવામાં નહી આવે તો વિમાન ઉડાડવાનો ઇનકાર કર્યો છે. પાછલા એક વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં કંપનીના ક્રૂ મેમ્બર્સ કોવિડ પોઝિટિવ આવી રહ્યા છે અને કેટલાક મોત પણ થયા છે તેના સંદર્ભમાં આ ધમકી આપવામાં આવી છે.

ઈન્ડિયન કોર્મિશયલ પાઇલોટ્સ એસોસિયેશન, યુનિયન ઓફ અર્સ્ટવ્હાઇલ ઈન્ડિયન એરલાઇન પાઇલોટ્સે મંગળવારે મેનેજમેન્ટને જણાવ્યું હતું કે તેના સભ્યો અને તેમના પરિવારના સભ્યો ઓક્સિજન સિલિન્ડર્સ માટે મથામણ કરી રહ્યા છીએ. અમારે અમારી જાતને હોસ્પિટલમાં દાખલ થતા બચાવવાનું જ બાકી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફ્લાઇંગ ક્રૂ માટે હેલ્થકેર સપોર્ટ અને ઇન્સ્યોરન્સની વ્યવસ્થા નથી અને અમારા પગારમાં ભારે કાપનો પણ સામનો કરી રહ્યા છીએ. આવા સંજોગોમાં વેક્સિનેશન વગર અમે અમારા જીવને જોખમમાં નાખવાની સ્થિતિમાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન