Jio ને ટક્કર આપવા Airtel-Idea એ પણ ટેરિફ પ્લાનમાં કર્યા આ ફેરફાર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • Jio ને ટક્કર આપવા Airtel-Idea એ પણ ટેરિફ પ્લાનમાં કર્યા આ ફેરફાર

Jio ને ટક્કર આપવા Airtel-Idea એ પણ ટેરિફ પ્લાનમાં કર્યા આ ફેરફાર

 | 12:40 pm IST
  • Share

ભારતી એરટેલ અને આઈડિયાએ પોતાના ટેરિફ પ્લાનમાં ફેરફાર કર્યા છે, બંને ટેલીકોમ ઓપરેટરોએ આ ફેરફાર જીયોની નવી ઓફર્સ પછી કર્યા છે. એરટેલે 448 રૂપિયા અને 509 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી વધારી છે તો બીજી તરફ આઈડિયાએ 449 રૂપિયા અને 509 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી વધારી દીધી છે. બંને કંપનીઓ આ પ્લાનને સમગ્ર દેશમાં લાગૂ કર્યા છે અને પ્રી-પેડ ગ્રાહકો તેનો લાભ ઉઠાવી શકે છે.

સૌથી પહેલાં ભારતી એરટેલના 448 રૂપિયા વાળા ટેરિફ પ્લાનની વાત કરીએ તો તેમાં 82 દિવસ માટે દરરોજ 1GB ડેટા આપવામાં આવે છે. પહેલાં તેની વેલિડિટી 70 દિવસની હતી. જ્યારે 509 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 84 દિવસની હતી તે વધારીને 91 દિવસ કરવામાં આવી. તેમાં ડેટાની સાથે અનલિમિટેડ કોલ, રોમિંગ કોલ, દરરોજ 100 SMS અને એરટેલ સર્વિસનું પ્રીમિયમ એક્સેસ પણ સામેલ છે.

બીજી તરફ આઈડિયાના પ્લાનની વાત કરીએ તો 449 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી અત્યારે 82 દિવસની કરવામાં આવી છે. જો કે પહેલાં 70 દિવસની હતી. જ્યારે 509 રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને 91 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં પણ અનલિમિટેડ કોલ, દરરોજ 100SMS અને આઈડિયાનું ડિજીટલ કન્ટેટ એપનું પ્રીમિયમ એક્સેસ પણ આપવામાં આવ્યું છે.

જીયોના પ્લાનની વાત કરીએ તો પહેલાં જીયોની પાસે 199 રૂપિયા, 399 રૂપિયા, 459 રૂપિયા અને 499 રૂપિયાનો પ્લાન હતો. અત્યારે આ પ્લાનની કિંમત 50 રૂપિયા કરતા ઓછી કરવામાં આવી છે. પરંતુ તેના ફાયદામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. અત્યારે 149 રૂપિયા વાળા પ્લાનમાં 28 દિવસ માટે દરરોજ 1GB ડેટા આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન