Akali Dal preparing to contest elections with BSP IN Punjab
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પંજાબની રાજનીતિમાં મોટો વળાંક, આ બે પાર્ટીઓ કરશે ગઠબંધન, આવતીકાલે થશે જાહેરાત

પંજાબની રાજનીતિમાં મોટો વળાંક, આ બે પાર્ટીઓ કરશે ગઠબંધન, આવતીકાલે થશે જાહેરાત

 | 9:27 pm IST
  • Share

બીજા ઘણા રાજ્યોની સાથે આવતા વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. નવા કેન્દ્રીય કૃષિ કાયદાઓને લઈને શિરોમણી અકાલી દળ (SAD)એ ગયા વર્ષે ભાજપ સાથે ગઠબંધન તોડ્યું હતું, ત્યારબાદ રાજ્યમાં એક નવું સમીકરણ દેખાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે SAD અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા) વચ્ચે ગઠબંધનની ઘોષણા કરવામાં આવશે.

બંને પક્ષોએ આગામી રાજ્યોની ચૂંટણીમાં એક સાથે આવવાનું નક્કી કર્યું છે અને આવતીકાલે તેની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. બસપા અને SADની વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવા માટે બસપાના મહાસચિવ સતિષ મિશ્રા પણ ચંદીગઢ પહોંચ્યા છે. આવતીકાલે મિશ્રા અને અકાલી દળના નેતા સુખબીર બાદલ ગઠબંધનની ઘોષણા કરશે.

રાજ્યમાં મોટી સંખ્યામાં દલિત મતદારોની હાજરીને કારણે આ જોડાણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. બંને પક્ષો વચ્ચે ચૂંટણી માટે બેઠકોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અકાલી દળ આગામી ચૂંટણીઓમાં બસપાને 18 બેઠકો આપવા રાજી થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી આગામી ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે વરિષ્ઠ સ્તરે બેઠકોનો સિલસિલો ચાલી રહ્યો હતો. મામલો સીટોની વહેંચણીને લઈને ફસાયો હતો પરંતુ હવે સમાધાન થઈ ગયું છે. બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓ સુખબીર બાદલ અને માયાવતી લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા.

પંજાબની રાજનીતિમાં દલિત કાર્ડ કેટલુ મહત્વનું?

પંજાબમાં લગભગ 33% દલિત મતો છે અને અકાલી દળની નજર આ મોટી દલિત વોટ બેંક પર છે. તેઓ બસપાની સહાયથી આ દલિત વોટબેંકને સુરક્ષિત કરીને ફરી એકવાર સત્તામાં આવવાની તૈયારી કરી રહ્યા છે. દલિત વોટ બેંકને લલચાવવા માટે, અકાલી દળે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે જો રાજ્યમાં અકાલી દળની સરકાર બનાવવામાં આવશે તો નાયબ મુખ્યમંત્રી દલિત વર્ગમાંથી બનાવવામાં આવશે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી છેલ્લા 25 વર્ષથી પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણી લડી રહી છે. જો કે પાર્ટીને ક્યારેય મોટો વિજય મળ્યો નથી. આ હોવા છતાં તે હજી પણ દલિત વોટબેંકને પ્રભાવિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન