Aksmat during Durga immersion in Jashpur district of Chhattisgarh
  • Home
  • Featured
  • દુર્ગા વિસર્જનમાં જતા લોકોને ગાંજાથી ભરેલી કારે કચડી નાંખ્યા

દુર્ગા વિસર્જનમાં જતા લોકોને ગાંજાથી ભરેલી કારે કચડી નાંખ્યા

 | 7:01 pm IST
  • Share

  • બીજેપીએ છત્તીસગઢ સરકાર પર સવાલો ઉઠાવ્યા
  • બીજેપી નેતા અમિત માલવિયએ ઘટનાનો વીડિયો શેર કર્યો
  • છત્તીસગઢમાં લખીમપુર ખીરી જેવી ઘટના સામે આવી

 

છત્તીસગઢના જશપુર જિલ્લામાં અકસ્માત સર્જાયો છે. દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકોને પૂર ઝડપે આવતી કારે કચડી નાખ્યા હતા. આ દૂર્ઘટનામાં એકનું મોત થયું છે ત્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને લોકોમાં રોષ ફેલાયો છે. રોષે ભરાયેલા લોકોએ અનેક કારમાં આગ ચાંપી હતી અને ગાડી ચલાવનાર ડ્રાઈવરને લોકોએ માર માર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોએ શહેરમાં બંધ પાળ્યું છે અને પોલીસ સ્ટેશને પહોંચી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચો-ગાયને બચાવવા જતા થયો અકસ્માત, 4 બાળકો સહિત 11ના મોત

આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂર્તિ વિસર્જન દરમિયાન પૂર ઝડપે આવી રહેલી કારે શોભાયાત્રામાં ચાલી રહેલા લોકોને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ દૂર્ઘટનામાં મોતને ભેટેલે યુવકનું નામ ગૌરવ અગ્રવાલ છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. લોકોએ આરોપ લગાવ્યો છે કે, દુર્ઘટનાને કરનાર કારમાં ગાંજો ભરેલો હતો. જો કે પત્થલગાંવના એસડીઓપીએ આ અંગે કહ્યું કે, હાલમાં આ અંગે તપાસ ચાલી રહી છે.

તો બીજી તરફ જશપુરના એસપી વિજય અગ્રવાલે પણ આ દૂર્ઘટનામાં એકના મોતની પુષ્ટી કરી છે. તેમણએ કહ્યું કે, આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટના બાદ રાજ્યના સીએમ ભૂપેશ બઘેલે તપાસના આદેશ આપી દીધા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું, જશપુરની ઘટના બહુ જ દુખદ અને હ્યદયદ્રાવક છે. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. પ્રથમનજરે દોષી જણાતા પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે. તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિને છોડવામાં નહીં આવે. બધાની સાથે ન્યાય થશે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો