Alert was issued regarding Corona strict action was initiated in Ahmedabad
  • Home
  • Corona
  • ચેતો! કોરોનાને લઈને તંત્ર એલર્ટ, અમદાવાદમાં કડક કાર્યવાહી શરૂ

ચેતો! કોરોનાને લઈને તંત્ર એલર્ટ, અમદાવાદમાં કડક કાર્યવાહી શરૂ

 | 3:32 pm IST
  • Share

  • માસ્ક વગર ફરનારા લોકોને ફટકારાશે દંડ

  • અમદાવાદ પોલીસે માસ્ક ડ્રાઈવ શરૂ કરી

  • દિવાળી બાદ કોરોના કેસ વધતાં સતર્કતા

 
કોરોનાને લઈને અમદાવાદ પોલીસે માસ્ક ડ્રાઈવ શરૂ કરી દીધી છે. અહીં કોરોનાના કેસ વધે નહીં તે માટે સતર્કતાના ભાગ રૂપે માસ્ક વગર ફરતા લોકોને દંડ ફાટકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કોરોના કેસ વધતા રીવરફ્રન્ટ ખાતે પોલીસે ડ્રાઈવ યોજી અને શરૂઆત કરી હતી. દિવાળી બાદ કોરોનાના કેસમાંસતત થતા વધારાને લઈને તંત્ર એલર્ટ થયું છે.

 

સુરતમાં કેસ વધતાં લેવાયો આ નિર્ણય

સુરત મહાનગર પાલિકાએ પોતાનું નવું ફરમાન બહાર પાડ્યું છે. જેમાં કહેવાયું છે કે દરેક નાગરિકોએ વેક્સિનના બંને ડોઝ લેવા તે જરૂરી છે. લોકોને કેટલીક ખાસ અને જાહેર જગ્યાઓએ એન્ટ્રી મળશે નહીં. જો તમે ઘરની બહાર જવાનુ વિચારી રહ્યા છો તો તમારે જાણી લેવું જોઈએ કે તમે વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં. જો તમે વેક્સિનના બંને ડોઝ નહીં લીધા હોય તો તમે કચેરીમાં, બસમાં, જાહેર બગીચા કે પછી ઝૂ સહિતનાં સ્થળોએ પણ એન્ટ્રી મેળવી શકશો નહીં.

 

 

કોરોનાના કેસ વધતાં તંત્ર થયું એલર્ટ

ગુજરાતમાં વધી રહેલા કોરોનાને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતમાં કોવિડ-૧૯નો રોગચાળો વકર્યો તો આગામી બે- ત્રણ દિવસમાં જ મહાનગરોમાં રાત્રિ કરફર્યુ સહિત અપાયેલી છુટછાટો પાછી ખેંચવાને લઈને જલ્દી જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. આ સાથે જ પ્રાઈમરી શાળાઓ માટે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ધોરણ 1થી 5 માટેની સ્કૂલો શરૂ કરવા માટેની હાલ કોઈ જ ઉતાવળ નથી, એમ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS મનોજ અગ્રવાલે શુક્રવારે જણાવ્યુ હતું.
રાજ્યમાં RT-PCR સહિતના ટેસ્ટિંગ વધારવાની અપાઈ સૂચના

રાજ્યમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલે કહ્યુ કે, ગઈકાલે 40 કેસ નોંધાયા હતા. તે પૂર્વે બુધવારે 42 કેસ મળ્યા હતા. વધતી સંખ્યાને કારણે શહેરોમાં વિવિધ જગ્યાઓએ ડોમ ઉભા કરીને RT-PCR સહિતના ટેસ્ટિંગ વધારવા કહેવાયું છે. એક દિવસમાં ટેસ્ટિંગની સંખ્યા 52000થી વધીને 55000એ પહોંચી છે. બહારથી આવતા નાગરીકોને કોવિડ-19 સામે યોગ્ય વર્તુણૂંકોનું ચૂસ્ત પાલન કરવાની અપીલ કરાઈ છે. જેઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે તેમના સંપર્કમાં રહેલા 30-40 નાગરિકોનું કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ કરવા અને ધનવંરી રથો મારફતે આઈસોલેશનનું ચૂસ્ત પાલન કરાવવા સુચના આપવામાં આવી છે.

 

 

થર્ડ વેવ સામે એલર્ટ રહેવાની સૂચના અપાઈ

દિવાળીમાં મળેલી છૂટછાટ બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. તેના કારણમાં રજાઓમાં ગુજરાત બહાર ફરીને આવી રહેલા નાગરિકો ચેપગ્રસ્ત થઈ રહ્યા હોવાની માહિતિ પણ સામે આવી છે. શુક્રવારે ચીફ સેક્રેટરી પંકજ કુમારે શુક્રવારે કલેક્ટરો અને મ્યુ. કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સમિક્ષા કરી હતી. આ બેઠકમાં સંભવિત થર્ડ વેવ સામે એલર્ટ રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો