All forms of cricket were banned at Heath Streak for 8 years
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • આ દિગ્ગજ ક્રિકેટર ઉપર ICCએ તમામ ફોર્મેટના ક્રિકેટ પર લગાવ્યો 8 વર્ષનો પ્રતિબંધ

આ દિગ્ગજ ક્રિકેટર ઉપર ICCએ તમામ ફોર્મેટના ક્રિકેટ પર લગાવ્યો 8 વર્ષનો પ્રતિબંધ

 | 10:55 pm IST
  • Share

ઝિમ્બાબ્વે(Zimbabwe)ના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીક(Heath Streak) પર તમામ પ્રકારના ક્રિકેટ પર 8 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે આઇસીસી એન્ટી કરપ્શન કોડ(ICC Anti Corruption Code) ઉલ્લંઘનના 5 આરોપો સ્વીકાર્યા છે, જેમાં આંતરિક માહિતી જાહેર કરવા અને ભ્રષ્ટ સંપર્કોને મદદ કરવા સહિતનો સમાવેશ થાય છે.

ઘણા વર્ષોથી તપાસ ચાલી રહી હતી

ઝિમ્બાબ્વેના સૌથી પ્રખ્યાત ઝડપી બોલરોમાંના એક હીથ સ્ટ્રીકની સામે વર્ષ 2017 અને 2018 દરમિયાન કેટલાય મેચોને લઈને તપાસ ચારી રહી હતી જ્યારે તેમણે કોચની ભૂમિકા ભજવી હતી.

સ્ટ્રીક નિયમ જાણતો હતો

આઈસીસીની ઇન્ટિગ્રેટી યુનિટના જનરલ મેનેજર એલેક્સ માર્શલે ક્રિકેટ વૈશ્વિક સંચાલન સંસ્થાના નિવેદનમાં કહ્યું કે, હીથ સ્ટ્રીક ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને રાષ્ટ્રીય ટીમના કોચ હતા, જેણે ઘણા ભ્રષ્ટાચાર વિરોધી શિક્ષણ સત્રોમાં ભાગ લીધો હતો અને તે કોડના અંતર્ગત જીમ્મેદારીને સારી રીતે જાણતો હતો.

ઘણી વાર નિયમ તોડ્યો

એલેક્સ માર્શેલે કહ્યું કે, પૂર્વ કેપ્ટન અને કોચ તરીકે તેમની પાસે વિશ્વાસવાળુ પદ હતુ અને તેની જવાબદારી હતી કે અખંડિતતાને જાળવી રાખે. તેમણે ઘણા અવસરે આચરસંહિતાનું ઉલ્લંઘન કર્યું, જેમણે ચાર અન્ય ખેલાડી સાથે સંપર્કમાં મદદ કરવાનો આરોપ છે. તેમણે આ સમય દરમિયાન તપાસમાં અવરોધ ઉભો કરવા અને તેમાં મોડું કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

અંદરની માહિતી લીક કરી

અન્ય આક્ષેપોમાં આઇસીસી કોડ અને વિભિન્ન સંહિતા હેઠળ અંદરની જાણકારીનો ખુલાસો કરવાની વાત પણ સામેલ છે. જ્યાં તેમને ખબર હતી કે અથવા જાણતા હતા કે માહિતીનો સટ્ટાબાજી માટે ઉપયોગ થઈ શકે તેમ હતો. આ મેચોમાં કેટલીક આંતરરાષ્ટ્રીય મેચ ઉપરાંત આઈપીએલ, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ સહિત કેટલીક ટી 20 લીગમાં તેના કાર્યકાળ દરમિયાનની મેચોનો સમાવેશ થાય છે.

આ વીડિયો પણ જૂઓ: કોરોનાકાળમાં ભાજપની બાઈક રેલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન