પુત્રના વિયોગની બધી પીડા ગીતમાં ઠાલવી દીધી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • પુત્રના વિયોગની બધી પીડા ગીતમાં ઠાલવી દીધી

પુત્રના વિયોગની બધી પીડા ગીતમાં ઠાલવી દીધી

 | 12:09 am IST
  • Share

વાત બ્લેક એન્ડ વ્હાઈટ ફ્લ્મિોના જમાનાની છે. ૧૯૫૬માં ફ્લ્મિ નિર્માતા સુભાષ દેસાઈ એક ફ્લ્મિ બનાવી રહ્યા હતા. ફ્લ્મિનું નામ હતું, જનમ જનમ કે ફેરે. આ ફ્લ્મિ માટે એક ગીત લખાવવા માટે તેમણે ભરત વ્યાસ પાસે જવાનું નક્કી કર્યું. તેમણે પોતાના ભાઈ અને ફ્લ્મિના દિગ્દર્શક મનમોહન દેસાઈને વાત કરી. મનમોહને કહ્યું, ઈસ મેં ક્યા બડી બાત હૈ! ભરતજી કે ભાઈ બ્રિજમોહનજી આપ કી ફ્લ્મિ મેં એક અહમ કિરદાર નિભા રહે હૈ. ઉન્હેં સાથ લે ચલતે હૈં, ભરતજી ઈનકાર નહીં કર સકેંગે.

આ સમયે પંડિત ભરત વ્યાસનું નામ સિનેજગતના ટોચના ગીતકાર તરીકે ખ્યાતિ મેળવી ચૂક્યું હતું. સુભાષ અને મનમોહન દેસાઈએ બ્રિજમોહનને વાત કરી તો તેમણે જણાવ્યું કે ભરતજી આજકલ કામ નહીં કર રહે હૈં!

મનમોહને પૂછ્યું, ક્યોં? ઉન કા તો દૌર ચલ રહા હૈ!

બ્રિજમોહને કહ્યું, બાત યે હૈ કિ ઉન કે પુત્ર શ્યામસુંદર બહુત હી સંવેદનશીલ વ્યક્તિ થે. વો કિસી બાત પર નારાજ હો કર ઘર છોડકર ચલે ગયે હૈં. ભરતજીને ઉન કી ખોજ કે લિયે પોસ્ટર છપવાકર ગલી ગલી લગવાયેં, અખબારોં મે એડવર્ટાઈઝ દી, રેડિયો પર ભી ઐલાન કરવાતે રહે… પર શ્યામસુંદર ઘર નહીં લૌટે હૈં! ઈસ કારન ભરતજીને લિખના છોડ દિયા હૈ.

મનમોહન દેસાઈએ કહ્યું, આપ ઉન સે આગ્રહ કિજિયે કી ગીત લીખેં. હો સકતા હૈ ઉન કે ગાને સુનકર શ્યામસુંદરજી લૌટ આયેં! આ વાત બ્રિજમોહન વ્યાસને સાચી લાગી.

તેઓ સુભાષ દેસાઈ અને તેમના ભાઈ મનમોહન દેસાઈને લઈને ભરત વ્યાસ પાસે પહોંચ્યા. કહ્યું, ભૈયા, યહ ફ્લ્મિ પ્રોડયુસર હૈં. ઈન કા કહના હૈ કિ આપ ગાનોં મેં શ્યામસુંદરજી કો દર્દભરા આવાહન ક્યોં નહીં કરતે? ગાનેં તો દિનરાત બજેંગે. હો સકતા હૈ ઉન્હેં સુનકર વો લૌટ આયેં.

ભરત વ્યાસ થોડોક વિચાર કરીને માની ગયા. તેમણે ફ્લ્મિ જનમ જનમ કે ફેરે માટે પુત્રવિયોગનું પોતાનું બધું જ દુઃખ નીચોવીને ગીત લખ્યું, જરા સામને તો આ ઐ છલિયે, છુપ છુપ છલને મેં ક્યા રાઝ હૈ…

સંગીતકાર શ્રીનાથ ત્રિપાઠીએ આ સંવેદનાભર્યા ગીત માટે એવી જ ધૂન તૈયાર કરી અને આ ગીત મોહંમદ રફી અને લતા મંગેશકરે એટલા દર્દ છલકતા અવાજે ગાયું કે ૧૯૫૭માં ફ્લ્મિ રજૂ થઈ ત્યારે આ ગીત સુપરહિટ થઈ ગયું. આજે પણ તેની લોકપ્રિયતા ઓછી નથી થઈ. જોકે આ ગીતથી પુત્ર પાછો નહોતો ર્ફ્યો.

ત્યાર પછીની ફ્લ્મિ રાની રૂપમતીમાં ભરત વ્યાસે ગીત લખ્યું, આ લૌટ કે આજા મેરે મિત, તુઝે મેરે ગીત બુલાતે હૈં…! આ ગીત પછી પુત્ર શ્યામસુંદર ઘેર પાછો આવી ગયો હતો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન