Almond oil good for skin or olive oil special remedy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • સ્કિન માટે આલમન્ડ ઓઇલ સારું કે ઓલિવ ઓઇલ?

સ્કિન માટે આલમન્ડ ઓઇલ સારું કે ઓલિવ ઓઇલ?

 | 7:40 am IST
  • Share

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૨૨ વર્ષની છે મારે જાણવું છે કે સ્કિન અને વાળ માટે આલમન્ડ ઓઈલ સારું કે ઓલિવ ઓઈલ?

જવાબ : આલમન્ડ ઓઈલ અને ઓલિવ ઓઈલમાં પોતપોતાના જરૂરી ઘટકો રહેલા છે. આ બંને ઓઈલ સ્કિન ઉપરાંત વાળ માટે પણ એટલા જ ફાયદાકારક છે. પણ આ બંનેમાંથી કયું ઓઈલ તમારી સ્કિન અથવા વાળ માટે સારું રહેશે તે તમારી સ્કિન અથવા વાળ કેવા પ્રકારના છે તેના પર આધાર રાખે છે.

આલમન્ડ ઓઈલમાં વિટામિન એ અને ઈ છે જે સ્કિનને સુંવાળી બનાવે છે, સ્કિનને હાઈડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે અને સ્કિન ટોનમાં પણ ફર્ક લાવે છે. આ સાથે જો આલમન્ડ ઓઈલને વાળમાં લગાવવામાં આવે તો તે વાળ સુંવાળા રાખે છે. ઓલિવ ઓઈલમાં હાઈ ઓમેગા ફેટી એસિડ રહેલું હોય છે તે સ્કિન તેમજ વાળને મોઈૃર કરે છે. આ ઉપરાંત ડાર્ક સર્કલ ઘટાડવામાં પણ આલમન્ડ ઓઈલ અસરકારક છે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૦ વર્ષની છે. મેં મારા મિત્રો પાસેથી સાંભળ્યું છે કે ચહેરા પર આઈસ ક્યૂબ લગાવવાથી ફાયદો થાય છે તો મારે જાણવું છે સ્કિન માટે આઈસ ક્યૂબનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે?

જવાબ : સ્કિન કેરમાં આઈસ ક્યૂબ એક એવી વસ્તુ છે જેને મોટાભાગના લોકો તેમના સ્કિન કેર રૂટિનમાં ફોલો કરે છે. તેનાથી સ્કિનની અંદર બ્લડ સરક્યુલેશન સારું થાય છે તેમજ ઈન્સ્ટંટ ગ્લો આપે છે. આ ઉપરાંત આંખોનો થાક, ડાર્ક સર્કલ, સ્કિન ટેનિંગ જેવી સમસ્યાઓમાં પણ આઈસ ક્યૂબ દવાનું કામ કરે છે. આમ, આઈસ ક્યૂબ સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે તેને તમે તમારા સ્કિન કેર રૂટિનમાં તેનો સમાવેશ કરી શકો છો. આ ઉપરાંત મેકઅપ કરતા પહેલાં ચહેરા પર આઈસ ક્યૂબ લગાવવાથી મેકઅપ લાંબો સમય રહે છે.

પ્રશ્ન : મારી ઉંમર ૩૨ વર્ષની છે. ઉંમર વધવાની સાથે મારા ચહેરા પર કરચલીઓ પડી ગઈ છે તેનાથી છુટકારો મેળવવા કોઈ ઘરગથ્થુ ઉપચાર જણાવશો?

જવાબ : એક લીંબુનો રસ બાઉલમાં કાઢી તેમાં એક ચમચી જેટલું દહીં ઉમેરો. બંનેને બરાબર મિક્સ કરી ચહેરા પર મિશ્રણને લગાવો અને ૨૦થી ૨૫ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ પાણીથી ચહેરો સ્વચ્છ કરી લો. અઠવાડિયામાં બે વખત આ પ્રયોગ કરવો. થોડા દિવસમાં એ જ સ્પોર્ટ ઓછા થતા જણાશે.

બ્યુટી ક્વેરી : નેહા દવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન