Ambaji Hir And Run Case In pedestrians on their way to Bhadarvi Poonam
  • Home
  • Featured
  • અંબાજીમાં ભાદરવી પૂનમે જતાં પદયાત્રીઓને નડ્યો અકસ્માત: ત્રણના મોત, બે ઘાયલ, પરિવારજનોમાં માતમ

અંબાજીમાં ભાદરવી પૂનમે જતાં પદયાત્રીઓને નડ્યો અકસ્માત: ત્રણના મોત, બે ઘાયલ, પરિવારજનોમાં માતમ

 | 10:15 am IST
  • Share

કોરોના મહામારી બાદ રાજ્યમાં ફરી અકસ્માતોનો સિલસિલો ચાલું થઈ ગયો છે. હાલ ભાદરવી પૂનમના અંબાજીના મેળે માઈ ભક્તો પગપાળા જઈ રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે. જેમાં પગપાળા યાત્રીઓને એક અજાણ્યું વાહને ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનામાં 3 પદયાત્રીના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે અંબાજી નજીક 5 લોકોને વાહને ટક્કર મારી હતી, જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનામાં ભોગ બનનાર 2 યુવક અને 1 યુવતીના મોત થયા છે, જેના કારણે તેમના પરિવારજનોમાં માતમની કાલિમા ફેલાઈ છે.

આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે અંબાજી ભાદરવી પૂનમના મેળાને વિધિવત રીતે મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં માઈ ભક્તો ચાલીને અંબાજી પહોંચી રહ્યા છે. તેવામાં શુક્રવારે સાંજે અંધારામાં હાઈવે પર પગપાળા જતા પદયાત્રીઓને એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં 3 પદયાત્રીના મોત નિપજ્યા છે.

રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બાદ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વાહને રાતના અંધારામાં 5 લોકોને ટક્કર મારી હતી. જેમાં 3 ના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો 2 યાત્રી ઘાયલ થયા છે.

મૃતકો ના નામ:-

નરેશ બચુભાઈ ડામોર, ઉ.વ. 16
હરીશ શંકર ભાઈ ડામોર, ઉ.વ. 15
રેશમી બેન ભોઈ, ઉં.વ. 12

ઘાયલોના નામ:-

ઈન્દ્રા સોમાજી તબીયાડ, ઉં.વ 14 વર્ષ
રાકેશ ડામોર, ઉંમર 12 વર્ષ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો