AMC Claims to Distribute More than 4 Lakh Remdesivir Injection in Gujarat in Past 13 Days
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • 13 દિવસમાં 4 લાખ રેમડેસિવિર વિતરણનો AMCનો દાવો, આખરે આટલાં ઈન્જેક્શન કોણ લઈ ગયું?

13 દિવસમાં 4 લાખ રેમડેસિવિર વિતરણનો AMCનો દાવો, આખરે આટલાં ઈન્જેક્શન કોણ લઈ ગયું?

 | 6:59 pm IST
  • Share

ગુજરાતમાં એકબાજુ કોરોના કેસો વધતાં રેમડેસિવિર ઈન્જેક્શનની માગમાં ધરખમ વધારો આવ્યો છે. રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની માથાકૂટ ચાલી રહી છે. આ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અને જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 13 દિવસમાં રાજ્યમાં 4 લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું છે. તેવામાં હવે સવાલ થાય છે કે, આખરે આટલાં લાખો ઈન્જેક્શન કોણ લઈ ગયું?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની કોરોના સ્થિતિની કામગીરીને લઈને એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી. આ પ્રેસનોટમાં લખવામાં આવ્યું છે કે રાજ્યમાં 1 એપ્રિલથી 13 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં 4 લાખથી વધુ ઈન્જેક્શન વિતરણ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીઓ ને 24962 રેમડેસિવિર ઇન્જેક્શન વિતરણ કરવામાં આવ્યા છે. અને ખાનગી હોસ્પિટલોમાં દૈનિક ધોરણે 10 હજાર જેટલાં ઈન્જેક્શન નિર્ધારિત કરી રાખવામાં આવેલ છે.

હવે AMC દ્વારા ચાર લાખ ઈન્જેક્શનનો દાવો કરવામાં આવતાં અહીં મોટો સવાલ એ ઉભો થાય છે કે જો રાજ્યમાં છેલ્લા 13 દિવસમાં ચાર લાખથી વધારે ઈન્જેક્શનો વિતરણ કરવામાં આવ્યા છે તો વાસ્તિવકતામાં કોરોનાનાં કેટલાં દર્દીઓ હશે? હાલ રાજ્ય સરકાર દ્વારા ગત રોજ જાહેર કરવામાં આવેલ સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં હાલમાં 34,555 જ એક્ટિવ કેસ છે. જ્યારે વેન્ટિલેટકર પર માત્ર 221 જ દર્દીઓ છે. તેવામાં હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે, જો આટલાં જ કેસ છે તો પછી રાજ્યમાં લાખોની સંખ્યામાં ઈન્જેક્શન કોણ લઈ ગયું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન