Corona Gujarat - AMC resumes Corona statistics game
  • Home
  • Ahmedabad
  • AMCએ કોરોના કેસના આંકડાઓની ફરી રમત શરૂ કરી

AMCએ કોરોના કેસના આંકડાઓની ફરી રમત શરૂ કરી

 | 7:43 pm IST
  • Share

  • કેસો વધતા અમદાવાદ કોર્પોરેશને તૈયારી કરી
  • દરેક ડોમમાં 70 આરટીપીસીઆર કીટો ફાળવાઇ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના આંકડાઓની ફરી રમત શરૂ કરી છે. કોરોના ટેસ્ટિંગના કોઈપણ પ્રકારનો ડેટા કોર્પોરેશન જાહેર કરતું નથી. દરરોજ ટેસ્ટિંગના ડેટા તેમજ પોઝિટિવ કેસો અંગે પણ માહિતી છુપાવવામાં આવે છે.

કોરોના કેસો વધતા ડોકટરો હાલ સતત ચિંતામાં છે

દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કેસો વધતા ડોકટરો હાલ સતત ચિંતામાં છે. આ કેસો વધતા અમદાવાદ કોર્પોરેશને તૈયારી કરી છે અને શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટે 40 જેટલા ડોમ શહેરમાં મુકવામાં આવ્યા છે. આ કોરોના ડોમમાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવી શકે છે. આ ડોમ શહેરમાં દરેક જગ્યાએ લગાવવામાં આવ્યા છે. જ્યાં એન્ટીજન્ટ અને આરટીપીસીઆર ટેસ્ટ થાય છે. આ સિવાય કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં પણ આરટીપીસીઆર ટેસ્ટ થાય છે.

દરરોજ સામાન્ય રીતે 9460 કીટો ફાળવવામાં આવે છે

ઉલ્લેખનિય છે કે દરેક મેડિકલ ડોમની અંદર વિસ્તાર મુજબ ટેસ્ટિંગ કીટ આપવામાં આવે છે. સામાન્ય રીતે દરેક ડોમમાં 75 એન્ટીજન્ટ અને 70 આરટીપીસીઆર કીટો ફાળવવામાં આવે છે. દરરોજ સામાન્ય રીતે 9460 કીટો ફાળવવામાં આવે છે. અને તેમાંથી ઉપયોગમાં લેવાયા અને બાકીની કીટો જમા કરાવવાની હોય છે. દરેક ડોમની અંદર એવરેજ 40*40 કુલ 1600 લોકો ટેસ્ટિંગ કરાવે છે. પરંતુ તેમાંથી કેટલા પોઝિટિવ કે નેગેટિવ આવે તેનો આંકડો આપવામાં આવતો નથી. કોંગ્રેસે આક્ષેપ લગાવતા કહ્યું છે કે આ રીતે આંકડાઓની માયાજાળ રચીને લોકોને સાચી પરિસ્થિતિ જણાવવામાં આવતું નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગના આંકડા છુપાવવા પાછળનું કારણ શું હોય શકે છે. બીજા શહેરોમાં ટેસ્ટિંગ આંકડાઓ આપવામાં આવે છે તો એએમસી કેમ નથી આપતું..??આવા ઘણા સવાલો અહીં ઉદ્ભવી રહ્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો