american woodcock teaches dance to her chicks video viral in internet
  • Home
  • Featured
  • જોયેલી આંખે પણ માનવામાં ન આવે એવો ચકલીનો વીડિયો, અદ્ભૂત કલાગીરી જોઈ સૌ ચકિત થયાં

જોયેલી આંખે પણ માનવામાં ન આવે એવો ચકલીનો વીડિયો, અદ્ભૂત કલાગીરી જોઈ સૌ ચકિત થયાં

 | 5:54 pm IST

ચકલી તેના બચ્ચાનો અદ્ભૂત રીતે ઉછેર કરે છે. તે એક એક સળી ભેગી કરીને તેમના માટે ઘર બનાવે છે. તે પછી તે તેમને અનાજ ખવડાવે છે. પહેલી ઉડાન પણ સાથે જ થાય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ચકલી તેમના બચ્ચાને ડાન્સ પણ શીખવે છે. સાંભળ્યું ન હોય તો એક વીડિયો સામે આવ્યો છે. આમાં ચકલી તેના બચ્ચાને ડાન્સ કરવાની શીખવી રહી છે.

buitengebieden નામના ટ્વિટર યુઝરે આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અમેરિકન વૂડકોક તેના નાના બચ્ચાને કંઈક શીખવી રહી છે. જેમ તે કરી રહી છે, તેમ બચ્ચાઓ પણ કરી રહ્યા છે. હાલમાં લોકોને આ વીડિયો ખુબ પસંદ પડી રહ્યો છે. વીડિયો એડિટ કરનારે મ્યૂઝિક પણ સરસ રીતે ઉમેર્યું છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન