Amit Shah will arrive in Gujarat on October 19-20, find out his schedule
  • Home
  • Ahmedabad
  • અમિત શાહ 19-20 ઓક્ટોબરે ગુજરાત આવશે, જાણો તેમનો કાર્યક્રમ

અમિત શાહ 19-20 ઓક્ટોબરે ગુજરાત આવશે, જાણો તેમનો કાર્યક્રમ

 | 10:31 am IST
  • Share

  • માણસામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે
  • 31મી ઓક્ટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે
  • દશેરા તથા દુર્ગાપૂજા પર્વની અમિત શાહે શુભકામનાઓ પાઠવી

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાત મુલાકાતે આવશે, આગામી 19 અને 20મી ઓક્ટોબરે તેઓ અમદાવાદ આવશે, અમિત શાહ તેમના વતન માણસામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરિવાર સાથે હાજરી આપવાના છે, તેમ સૂત્રો કહે છે.

આ ઉપરાંત આગામી 31મી ઓક્ટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપે તેવી શક્યતા છે.

અમિત શાહે દશેરા તથા દુર્ગાપૂજા પર્વની શુભકામનાઓ પાઠવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત અને સમગ્ર દેશવાસીઓને દશેરા તથા દુર્ગાપૂજા પર્વની શુભકામનાઓ પાઠવી છે, એક સંદેશામાં તેમણે જણાવ્યું છે કે, દેશ અને રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી લોક કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા આપણે સૌ સામૂહિક પ્રયત્નો કરીએ અને સમાજ અને દેશના ઉત્થાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રત્યેક અભિયાનને વેગ મળે તે હેતુથી ઉદ્દીપક બનીએ. અસત્ય, અન્યાય ઉપર સદાચારના જયકારનું, પ્રબોધક વિજયને વધાવવાનું પર્વ વિજયાદશમી આપણે ઉજવી રહ્યા છીએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો