અમિતાભ, મનમોહન દેસાઇની સુપરહિટ ફિલ્મો - Sandesh
1.6M
1M
1.7M
APPS

અમિતાભ, મનમોહન દેસાઇની સુપરહિટ ફિલ્મો

 | 12:12 am IST
  • Share

સિનેમેટિક :- એમ. એ. ખાન

ગયા અઠવાડિયે આપણે વાત કરી, ફ્લ્મિસર્જક પ્રકાશ મહેરાની. જેમણે પહેલી જ સફ્ળ ફ્લ્મિ આપી અને ત્યારબાદ એક પછી એક હિટ ફ્લ્મિો બનાવતા ગયા. એમની છેલ્લી સાત ફ્લ્મિો સતત ફ્લોપ થતી રહી. એમણે પહેલાં જેવી ફ્લ્મિો બનાવવાનું ચાલુ રાખ્યું હોવા છતાં પ્રેક્ષકો એમની ફ્લ્મિ જોવા જતા નહોતા તેથી તેમની ફ્લ્મિો નિષ્ફ્ળ થતી રહી.

આવું જ બીજું નામ છે મનમોહન દેસાઈ. મનમોહન દેસાઈનું નામ આવે તો અમિતાભ બચ્ચન સાથે સુપરહિટ ફ્લ્મિો બનાવનાર સર્જક તરીકે એને માન આપીએ. સાચી વાત એ છે કે મનમોહન દેસાઈએ રાજ કપૂરને લઈને ૧૯૬૦માં છલિયા ફ્લ્મિ બનાવી હતી. ફ્લ્મિ હિટ થઈ હતી. એનું ગીત છલિયા મેરા નામ, છલિયા મેરા નામ છલના મેરા કામ… હિન્દુ મુસ્લિમ સીખ ઈસાઈ સબ કો મેરા સલામ આજેય સિનેચાહકો યાદ કરે છે. આ ફ્લ્મિ વખતે અમિતાભ બચ્ચનનો સિનેજગતમાં જન્મ પણ નહોતો થયો.

મનમોહન દેસાઈના પિતા કીકુભાઈ દેસાઈ ફ્લ્મિ નિર્માતા હતા. તેઓ સર્કસ ક્વિન અને ગોલ્ડન ગેંગ જેવી બી ગ્રેડની ફ્લ્મિો બનાવતા હતા. મનમોહનના મોટાભાઈ સુભાષ દેસાઈ પણ ફ્લ્મિનિર્માતા હતા. તેમણે ૧૯૫૭માં પોતાની ફ્લ્મિ જનમ જનમ કે ફેરેમાં સહદિગ્દર્શક તરીકે મનમોહનને ચાન્સ આપ્યો હતો. જોકે ફ્લ્મિની ક્રેડિટમાં નામ મન્નુ દેસાઈ આવ્યું હતું. એ ફ્લ્મિ પણ સુપરહિટ થઈ હતી. મનમોહન દેસાઈએ સ્વતંત્ર દિગ્દર્શક તરીકે પહેલી ફ્લ્મિ ૧૯૬૦માં બનાવી. રાજ કપૂરને હીરો તરીકે ચમકાવતી ફ્લ્મિ છલિયા હિટ ફ્લ્મિ હતી. એ પછી ૧૯૬૩માં શમ્મી કપૂરને લઈને બ્લફ્માસ્ટર, ૧૯૬૬માં શમ્મી કપૂરને જ લઈને બદતમીઝ, ૧૯૭૦માં રાજેશ ખન્નાને લઈ સચ્ચા-જૂઠા, ૧૯૭૨માં રણધીર કપૂરને લઈને રામપુર કા લક્ષ્મણ, ૧૯૭૩માં શશિ કપૂરને ચમકાવતી આ ગલે લગ જા, ૧૯૭૪માં રાજેશ ખન્નાને લઈને રોટી જેવી હિટ ફ્લ્મિો બનાવી. ૧૯૭૭માં મનમોહન દેસાઈની પાંચ ફ્લ્મિો રજૂ થઈ હતી. પરવરિશ અને અમર અકબર એન્થની અમિતાભ બચ્ચન સાથે અને ચાચાભતીજા તથા ધરમવીર ધર્મેન્દ્ર સાથે હતી. તે પણ હિટ રહી હતી. એ પછી અમિતાભ સાથે સુહાગ, નસીબ, દેશપ્રેમી, કુલી અને મર્દ જેવી ફ્લ્મિો પણ હિટ રહી હતી. આ જ મનમોહન દેસાઈએ પછીનાં વર્ષોમાં ગંગા જમુના સરસ્વતી, તૂફન અને અનમોલ ફ્લ્મિો બનાવી તો બધી જ પીટાઈ ગઈ. તેમણે પહેલાં જેવી ફ્લ્મિો હિટ થતી રહી હતી એવી ફ્લ્મિો જ બનાવી, પરંતુ ફ્લ્મિો એક પછી એક નિષ્ફ્ળ થતી રહી. ૧૯૮૮માં ગંગા જમુના સરસ્વતી અને ૧૯૮૯માં તૂફન ફ્લ્મિો પીટાઈ ગયા પછી મનમોહન દેસાઈને ખ્યાલ આવી ગયો કે પ્રેક્ષકો હવે એમની ફ્લ્મિો જોવા માગતા નથી. તેમણેે ફ્લ્મિો બનાવવાનું બંધ કરી દીધું હતું. પછી દીકરા કેતન દેસાઈના આગ્રહથી તેમણે ફ્રી ફ્લ્મિસર્જન ચાલુ કર્યું હતું. ૧૯૯૩માં અનમોલ ફ્લ્મિ બનાવવાની શરૂ કરી હતી. ફ્લ્મિ પૂરી થતાં પહેલાં મનમોહન દેસાઈ એમના ઘરની બાલ્કનીમાંથી નીચે પડી જતાં મૃત્યુ પામ્યા હતા. દીકરા કેતન દેસાઈએ અનમોલ ફ્લ્મિ પૂર્ણ કરી અને રજૂ કરી, આ ફ્લ્મિ પણ ફ્લોપ થઈ ગઈ હતી.

આવું ત્રીજું નામ સુભાષ ઘાઈનું છે. સુભાષ ઘાઈના પિતા ડેન્ટિસ્ટ હતા. સુભાષના પરિવારમાં કોઈને સિનેજગત સાથે કોઈ સંબંધ નહોતા. એટલે પૂનાની ફ્લ્મિ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયૂટમાંથી ગ્રેજ્યુએશન કરી મુંબઈ આવ્યા તો એમને કોઈ ફ્લ્મિ સ્ટુડિયો કે ફ્લ્મિસર્જકની ઓફ્સિમાં પ્રવેશવા જ દેતું નહોતું. એ અરસામાં યુનાઈટેડ પ્રોડયુસર્સ દ્વારા ફ્લ્મિફેર ટેલેન્ટ કન્ટેસ્ટ યોજવામાં આવી હતી. પાંચ હજાર યુવાનોએ એમાં ભાગ લીધો. તેમાં ત્રણ જણ વિજેતા ઠર્યા. પ્રથમ નંબરે જતીન (રાજેશ) ખન્ના, બીજા નંબરે સુભાષ ઘાઈ અને ત્રીજા નંબરે ધીરજકુમાર.

સુભાષ ઘાઈએ તકદીર અને આરાધનામાં નાની ભૂમિકાઓ કરી. પછી ઉમંગ અને ગુમરાહમાં હીરો તરીકે ચમક્યા. હીરો તરીકે આ બંને ફ્લ્મિો ફ્લોપ જતાં સુભાષ ઘાઈએ નક્કી કર્યું કે અભિનય કરવો નથી. અભિનયની સમજ તો હતી જ! એમણે દિગ્દર્શન કરવાનું મન બનાવી લીધું. ૧૯૭૬માં શત્રુઘ્ન સિંહાને હીરો તરીકે ચમકાવતી ફ્લ્મિ કાલીચરણથી શરૂઆત કરી. ફ્લ્મિ સુપરહિટ રહી. પછી તો વિશ્વનાથ, ગૌતમ ગોવિન્દા, કર્ઝ, ક્રોધી, વિધાતા, હીરો, મેરી જંગ, કર્મા, રામલખન, સૌદાગર, ખલનાયક, ત્રિમૂર્તિ જેવી ફ્લ્મિો બનાવી. એમાંથી ત્રિમૂર્તિ સિવાયની બધી ફ્લ્મિો હિટ અને સુપરહિટ રહી હતી. એ પછી ૧૯૯૭માં પરદેસ ફ્લ્મિ પણ સુપરહિટ બની હતી.

એ છેલ્લી હિટ ફ્લ્મિ હતી. એ પછી દિગ્દર્શક તરીકે તાલ અને યાદેં ફ્લ્મિ બનાવી. બંને પીટાઈ ગઈ. એ પછી સુભાષ ઘાઈએ બ્રેક લેવાનું વિચાર્યું. ફ્લ્મિ નિર્માણ કરતા રહ્યા, પરંતુ દિગ્દર્શન ન કર્યું. ૨૦૦૫માં કિશ્ના ધી પોએટિક વોરિયર, ૨૦૦૮માં યુવરાજ અને બ્લેક એન્ડ વ્હાઈટ તથા ૨૦૧૪માં કાંચીઃ ધી અનબ્રેકેબલ જેવી ફ્લ્મિોનું દિગ્દર્શન કર્યું. પણ એકેય ફ્લ્મિ ન ચાલી.

ફ્લ્મિ ચાલવા ન ચાલવાનાં ડઝનબંધ કારણો હોય છે. એમાં સૌથી મહત્ત્વનું કારણ હોય છે ફ્લ્મિની ટ્રીટમેન્ટ. ફ્લ્મિ પડદા ઉપર કેવી રોમાંચક, રિયલિસ્ટિક, મનોરંજક કે ભવ્ય દેખાય છે એ ફ્લ્મિની ટ્રીટમેન્ટ નક્કી કરે છે. આ સર્જકો ફ્લ્મિની ટ્રીટમેન્ટમાં માસ્ટર હતા. એમની ટ્રીટમેન્ટ તો બરાબર જ હતી છતાં ફ્લ્મિો ન ચાલી. ફ્લ્મિની સફ્ળતામાં બીજું મહત્ત્વનું પરિબળ એની ફેર્મ્યુલા હોય છે. ફ્લ્મિની ફેર્મ્યુલા ન ચાલવાનું એક જ કારણ હોય છે, પ્રેક્ષકો. પ્રેક્ષકો બદલાઈ જાય તો ફ્લ્મિની ફેર્મ્યુલા બદલવી અનિવાર્ય બની જાય છે. તમે મુઘલ-એ-આઝમ જોઈને વખાણશો, પરંતુ એ જ ફેર્મ્યુલાની એવી જ ટ્રીટમેન્ટ સાથેની ફ્લ્મિ આજે નવેસરથી કોઈ બનાવે તો તમે નહીં જુઓ, એને બોરીંગ ફ્લ્મિ કહેશો. થોડા વખત પહેલાં આવીને હિટ થયેલી ફ્લ્મિ શુભ મંગલ સાવધાન જો ત્રીસ વર્ષ પહેલાં આવી હોત તો પિટાઈ ગઈ હોત, એનુંં નામ પણ આજે ભુલાઈ ગયું હોત! માટે જ પહેલાં જેવી ફ્લ્મિો હવે નથી બનતી. આજે તો આજના જેવી જ ફ્લ્મિ બનવી જોઈએને! શ્રીકૃષ્ણએ કહ્યું છે તેમ, ભૂતકાળ ફ્રી ન જીવી શકાય, ભવિષ્ય જીવવું શક્ય નથી. જે જીવવા જેવું છે તે વર્તમાન જ છે. માટે જ આજકાલની ફ્લ્મિો પહેલાં જેવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન