Amreli Vaccine is mandatory for 17 facilities in starting from plumbing
  • Home
  • Ahmedabad
  • અમરેલીમાં નળજોડાણથી માંડીને 17 સુવિધા માટે વેક્સિન ફરજિયાત

અમરેલીમાં નળજોડાણથી માંડીને 17 સુવિધા માટે વેક્સિન ફરજિયાત

 | 9:12 am IST
  • Share

  •  રસી લીધી હશે તો જ પાલિકાની સેવા મળશે
  •  નગરપાલિકાના કર્મચારીઓએ પણ પોતાની સીએલ, મેડિકલ લીવ કે હક્કરજા માટે રસીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. 
  • શહેરમાં નગરપાલીકાના નળ જોડાણથી માંડીને જન્મ-મરણનું પ્રમાણપત્ર મેળવવું હોય તો પણ હવેથી નાગરિકે રસી લીધી હોવાનું પ્રમાણપત્ર રજુ કરવું પડશે. તેના વગર કોઈપણ સેવા મળી શકશે નહીં.

આ અંગે અમરેલી પાલિકાના મુખ્ય અધિકારી દ્વારા કરવામાં આવેલા એક લેખિત આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, પાલિકામાંથી જન્મ – મરણ કે રહેવાસીનું પ્રમાણપત્ર, નવા આધાર કાર્ડ કે તેમાં સુધારા, મિલકત નામ ફેર કે આને લગતી કામગીરી, રસ્તા સફઈ, ભૂગર્ભ ગટર, કચરો ઉપાડવો, જંતુનાશક દવાનો છંટકાવ કરવો કે આરોગ્ય શાખાને લગતી કોઈપણ સેવા, લગ્ન નોંધણી, બાંધકામને લગતી કામગીરી કે રજા ચિઠ્ઠી, સેફ્ટી માટે એન.ઓ.સી, ટાઉન હોલ ભાડે મેળવવો, ફૂડનું લાયસન્સ, આવાસ યોજનાનો લાભ મેળવો, શોપ એકટનું લાયસન્સ નવું મેળવવું કે રીન્યુ કરવું વગેરે સેવા માટે કોરોનાની રસી લીધી હોવાનું પ્રમાણપત્રરજૂ કરવું પડશે.

આજ રીતે નગરપાલિકાના કર્મચારીઓએ પણ પોતાની સીએલ, મેડિકલ લીવ કે હક્કરજા માટે રસીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ નિયત સમયમાં ન લીધો હોય તો પણ સુવિધાઓ મેળવી શકાશે નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો