Amul Dairy Plant Will Be Established in 135 Acre land Near Anandpar Village Rajkot
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજકોટના આણંદપરમાં 135 એકરમાં બનશે અમુલ ડેરીનો પ્લાન્ટ, ભારતમાં સૌ પ્રથમ અમુલ ATMનું ઉદ્ઘાટન

રાજકોટના આણંદપરમાં 135 એકરમાં બનશે અમુલ ડેરીનો પ્લાન્ટ, ભારતમાં સૌ પ્રથમ અમુલ ATMનું ઉદ્ઘાટન

 | 6:38 pm IST
  • Share

રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે રાજકોટમાં અમૂલ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. આ માટે આણંદપર ગામ પાસે 135 એકર જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. અને કેબિનેટ મીટિંગમાં આ અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે અને તેમાં મંજૂરી મળ્યા બાદ પ્લાન ફાઈનલ કરવામાં આવશે.

આ ઉપરાંત રાજકોટમાં ભારતમાં સૌપ્રથમ અમૂલ એટીએમ પણ આણંદપર ગામમાં નાખવામાં આવ્યું છે. રાજકોટ દૂધ સંઘ અને GCMMF (અમૂલ)ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ દૂધ સંઘ સંલગ્ન આણંદપર દૂધ મંડળી પર અમૂલ માઇક્રો ATMનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આણંદપર ગામના કોઈ પણ દૂધ ઉત્પાદક દૂધ મંડળીમાં અમુલ માઇક્રો ATM દ્વારા રૂપિયા ઉપાડીને ઝડપથી વળતર મેળવી શકશે, જેથી ખેડૂતોને હવે બેંકે જવાની જરૂર નહિ પડે.

અમૂલ તરીકે જાણીતા ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા આગામી દિવસોમાં આ પાયલોટ પ્રોજેક્ટ સમગ્ર રાજ્યની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં શરૂ કરશે. આ નવી સુવિધાથી દુર્ગમ વિસ્તારોમાં પશુપાલકો, જેમની પાસે યોગ્ય એટીએમ સુવિધા નથી, તેઓ માઇક્રો એટીએમનો ઉપયોગ કરીને દૂધ સંગ્રહ કેન્દ્રો અથવા ગામડાની દૂધ મંડળીઓમાંથી નાણાં ઉપાડી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન