An alarming increase in cancer in Gujarat, estimated cases exceed 71 thousand
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં કેન્સરના રોગમાં ચિંતાજનક વધારો, અંદાજિત કેસ 71 હજારને પાર, લેટેસ્ટ રિપોર્ટમાં ધડાકો

ગુજરાતમાં કેન્સરના રોગમાં ચિંતાજનક વધારો, અંદાજિત કેસ 71 હજારને પાર, લેટેસ્ટ રિપોર્ટમાં ધડાકો

 | 8:49 am IST
  • Share

ગુજરાતમાં કેન્સરના કેસમાં સતત ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે, કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ૨૦૨૧ના વર્ષમાં જ અત્યાર સુધીમાં કેન્સરના અંદાજે ૭૧,૫૦૭ નવા દર્દીઓ નોંધાયા છે, વર્ષ ૨૦૧૯માં કેન્સરના નવા કેસ અંદાજે ૬૭,૮૪૧ અને ૨૦૨૦માં અંદાજે ૬૯,૬૬૦ નોંધાયા હતા, કોરોના કાળમાં હોસ્પિટલાઈઝ થવાના કારણે પણ કેન્સરના કેસ જલદી ડિટેક્ટ થયાનું પણ માનવામાં આવી રહ્યું છે,

કેન્સર રજિસ્ટરી ડેટા રિપોર્ટ અનુસાર ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન કેન્સરના અંદાજિત નવા કેસના આ આંકડા સામે આવ્યા છે. એકંદરે વર્ષ ૨૦૨૧ના અંદાજિત કેન્સરના કેસ મામલે ગુજરાત દેશમાં દસમા ક્રમે છે. સૌથી વધુ અંદાજિત કેસ ઉત્તર પ્રદેશમાં ૨.૦૮ લાખ અને ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ૧.૧૮ લાખ કેસ છે.

કેન્સરના રોગ પાછળ ગુટકા-તમાકુનું સેવન, અયોગ્ય ખાણી-પીણીની ટેવ, વાયુ પ્રદૂષણ જવાબદાર છે. જાણકારો કહે છે કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ દર વર્ષે અંદાજે ૩૦ હજાર કરતાં વધુ કેન્સરના દર્દી સારવાર માટે આવે છે, ગુજરાતમાં નોંધાતા કેન્સરના દર્દીઓમાં પુરુષોમાં સૌથી વધુ ૨૨ ટકા જેટલા દર્દી મોઢાના કેન્સરના છે, એ પછી જીભના કેન્સરના દર્દી ૧૧ ટકા જેટલા છે.

બીજી તરફ મહિલાઓમાં સ્તન કેન્સરના ૨૧.૫ ટકા અને ગર્ભાશયના કેન્સરના ૧૪.૨૩ ટકા, ૮ ટકા જેટલા કેસ મોઢા અને ૫ ટકા જેટલા જીભના ભાગે કેન્સરના કેસ છે. તબીબો કહે છે કે, મોંઢાના અને ગળાના ભાગે કેન્સરને રોકવા માટે વ્યસનની ટેવ છોડવી જોઈએ, મ્હોં-દાંતના ભાગે સાફસૂફી દિવસમાં બે વાર કરવી જોઈએ, ૩૫ વર્ષની ઉંમર પછી ડોક્ટરની સલાહ પ્રમાણે મેમોગ્રાફી કરાવવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન