An exercise to create a separate system for the treatment of corona for children at Schmeier Hospital
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સ્મીમેર હોસ્પિટલમાં કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવા કવાયત

સ્મીમેર હોસ્પિટલમાં કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવા કવાયત

 | 6:42 pm IST
  • Share

કેન્દ્ર અને રાજ્ય સરકારે સંભવિત ત્રીજા વેવ માટે સજ્જ થવા પાલિકાને તાકીદ કરી છે. ત્રીજા વેવમાં બાળકોને વધુ અસર થાય તેવી સંભાવના વચ્ચે પાલિકાએ સ્મીમેર હોસ્પિટલમાં બાળકો માટે 125 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવા અને પચાસ વેન્ટિલેટર ખરીદવા કવાયત હાથ ધરી છે. બાળકોને કોવિડની સારવાર માટે બેડ, દવા, વેન્ટિલેટર, સાધનો પાછળ અંદાજે સાડા આઠ કરોડનો ખર્ચ થશે.

સ્મીમેર હોસ્પિટલમાં બાળકો માટે કોરોનાની સારવાર માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવા કવાયત ચાલી રહી છે. કોરોનાની સારવાર માટે ઓક્સિજનયુક્ત 60 બેડ મળી કુલ 125 બેડ માટે સ્ટાફ, દવાઓ, બેડ, વેન્ટિલેટર સહિતનું આયોજન થઇ રહ્યું છે. સ્મીમેરમાં બાળકો માટેના પીડિયાટ્રીક વોર્ડમાં નીઓનેટલ વેન્ટિલેટરની સંખ્યા 12 છે. આ સંખ્યા નોન કોવિડ દર્દી માટે અલાયદી રાખી કોવિડ વોર્ડમાં દાખલ થનારા દર્દીઓ માટે 50 વેન્ટિલેટર ખરીદવામાં આવશે. દસ કિલોથી ઓછું વજન ધરાવતા બાળકો માટે 50 વેન્ટિલેટર ખરીદાશે જે પેટે પાલિકાને રૂ. સાડા સાત કરોડનો ખર્ચ થશે. આ વેન્ટિલેટર ભવિષ્યમાં એનઆઇસીયુ માટે ઉપયોગમાં લેવાશે.

બાળકો માટે 125 બેડની કોવિડ. હોસ્પિટલમાં 20 બેડ આઇસીયુ, 40 બેડ એચડીયુ, 60 બેડ ઓક્સિજનવાળા તથા કોવિડ પોઝિટિવ તાજા જન્મેલા બાળકની માતા માટે 30 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. આમ કોવિડની સારવાર માટે 125 બેડ ઉપરાંત 30 મધર બેડ બનાવવામાં આવશે. આ ઉપરાંત નોન કોવિડની સારવાર માટે વીસ બેડ અલગ રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન