અનાનાસઃ ગુણધર્મ અને લાભ - Sandesh

અનાનાસઃ ગુણધર્મ અને લાભ

 | 4:14 am IST
  • Share

યોગ ભગાવે રોગઃ બાબા રામદેવ

(ગતાંકનું ચાલુ)

ઉદર રોગઃ

પાકેેલા અનાનાસના ૧૦ ગ્રામ રસમાં શેકેલી ૧૨૫ મિલીગ્રામ હિંગ તથા સિંધવ મીઠું અને આદુંનો રસ ૨૫૦-૨૫૦ મિલીગ્રામ (એકમાત્રા) મેળવી સવાર-સાંજ સેવન કરવાથી પેટનું દરદ અને ગુલ્મ રોગમાં લાભ થાય છે.

આના રસમાં જબાખાર, પહપલ અને હળદર પાઉડર ૨૫૦-૨૫૦ મિલીગ્રામ મેળવી સેવન કરવાથી બરોળ, ઉદરરોગ તથા ગુલ્મ ૭ દિવસમાં જ મટી જાય છે.

૩. અનાનાસ રસમાં અડધી માત્રામાં ગોળ મેળવી સેવન કરવાથી પેટ અને વરિત પ્રદેશમાં રહેલો વા નાશ પામે છે. પેટમાં જો વાળ જતો રહ્યો હોય તો અનાનાસ ખાવાથી તેનું પાણી થઈ જાય છે, તે ઓગળી જાય છે.

જલોદરઃ અનાનાસના પાંદડાના કવાથમાં બહેડા અને નાની હરડેનું ચૂરણ મેળવી આપવાથી ઝાડો અને પેશાબ ચોખ્ખો થઈ જલોદરમાં આરામ મળે છે.

કમળોઃ અનાનાસના પાકા ફળના ૧૦ ગ્રામ રસમાં ૨ ગ્રામ હળદર વાટેલી અને ૩ ગ્રામ વાટેલી સાકર મેળવી સાકર મેળવી સેવન કરવાથી કમળા ના રોગમાં લાભ થાય છે.

માસિક સ્ત્રાવમાં અવરોધઃ  

૧. અનાનાસના કાચા ફળના ૧૦ ગ્રામ રસમાં ૧ પીપલની છાલ(અશ્વથ)નું ચૂરણ અને ગોળ ૧-૧ ગ્રામ મેળવી સેવન કરવાથી માસિક સ્ત્રાવનો અવરોધ દૂર થાય છે.

૨. ૪૦-૮૦ મિ. ગ્રામ આના પાંદડાનો કાઢો પીવાથી પણ માસિક ચક્રનો અવરોધ દૂર થાય છે.

સોજો : જો આખા શરીરમાં સોજો હોય, પેશાબ ઓછા પ્રમાણમાં થતો હોય, મૂત્રમાં એલ્બ્યુમિન જતું હોય, યકૃત વધ્યું હોય, મંદાગ્નિ તથા આંખોની નીચે સોજા હોય તો અનાનાસ રસને ૭-૮ દિવસ સુધી ઈચ્છા મુજબ પીવાથી લાભ થાય છે. ૧૫-૨૦ દિવસમાં એકદમ ફાયદો થાય છે. પથ્યમાં કેવળ દૂધ જ લેવું.

એક અંગ પર સોજો હોય તોઃ આના પાંદડા પર એરંડિયાનું તેલ ચોપડી થોડું ગરમ કરો અને સોજા પર બાંધો. ખાસ કરીને પગનો સોજો તરત દૂર થાય છે.

તાવમાં પરસેવો લાવવા માટેઃ આના ફળનો રસ આપવાથી અથવા ૨૦ ગ્રામ રસમાં મધ મેળવી પિવડાવવાથી પરસેવો વળે છે. પેશાબ ખુલ્લો થઈ આવે છે અને તાવ ઓછો થઈ જાય છે.

મુરબ્બો અને શરબતઃ ૧. પાકા ફળના કકડા કરી એક દિવસ ચૂનાના પાણીમાં રાખી, સૂકવી, ખાંડની ચાસણીમાં નાખી મુરબ્બો બનાવો-આનાથી પિત્ત શાંત થાય છે. મન પ્રસન્ન રહે છે.

૨. અનાનાસનું શરબત (૧ ભાગ રસ, ૨ ભાગ ચાસણી) પણ પિત્તનો નાશ કરે છે. અને હૃદયને શક્તિ આપે છે.

નુકસાનઃ ગળાને થાય છે.

નિવારણ : લીંબુનો રસ, શર્કરા, આદંુનો રસ લેવો. અનાનાસ ના હોય તો સફરજન ચાલશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો