Anand In 25-year-old from Bengal reached Vidyanagar to meet her 18-year-old boyfriend
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • લંકાની લાડી ને ઘોઘાનો વર: બંગાળની 25 વર્ષની પ્રેમિકા 18 વર્ષના પ્રેમીને મળવા માટે વિદ્યાનગર આવી પહોંચી

લંકાની લાડી ને ઘોઘાનો વર: બંગાળની 25 વર્ષની પ્રેમિકા 18 વર્ષના પ્રેમીને મળવા માટે વિદ્યાનગર આવી પહોંચી

 | 8:52 am IST
  • Share

લંકાની લાડી અને ઘોઘાનો વરજેવી ઘટના વિદ્યાનગરમાં ઘટી છે. જેમાં બંગાળની ૨૫ વર્ષની પ્રેમિકા વિદ્યાનગરના ૧૮ વર્ષના પ્રેમીને મળવા છેક બંગાળથી વિદ્યાનગર દોડી આવતા લોકોમાં આ અજબ પ્રેમ કી ગજબ કહાનીએ ચર્ચાને વેગ આપ્યો છે. વેપારી પતિના ત્રાસના કારણે હવે પ્રેમી પાસે જ રહેવાની પરિણીતાએ જીદ પકડી હતી. જેથી તેનું કાઉન્સેલિંગ કરીને હાલ તુર્ત નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.

વિદ્યાનગરમાં રહેતો રાજેશ (નામ બદલ્યું છે) અને બંગાળમાં વસવાટ કરતી ભાગ્યશ્રી (નામ બદલ્યું છે) સોશિયલ મીડિયાથી બે વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ઓળખાણ થયા બાદ બંને વચ્ચે મિત્રતા વધતી ચાલી હતી. મિત્રતામાંથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંનેએ એકબીજાના ફોન નંબરની આપ-લે પણ કરી હતી. રાજેશે ભાગ્યશ્રીને વિદ્યાનગર આવવા કહ્યું હતું.

એટલું જ નહીં ભાગ્યશ્રીને ટ્રેનની ટિકિટ પણ કઢાવી આપી હતી. પ્રેમીને મળવા આતૂર ભાગ્યશ્રી સાન-ભાન ભૂલીને, પતિને છોડી તેના ચાર વર્ષના સંતાનને લઈ વિદ્યાનગર આવી પહોંચી હતી. વિદ્યાનગર આવ્યા બાદ ભાગ્યશ્રી પ્રેમી રાજેશના ઘરે પહોંચી હતી. જ્યાં તેની ઓળખ થયા બાદ રાજેશના ઘરમાં હોબાળો મચી ગયો હતો. અભયમની ટીમે પરિણીતાનું કાઉન્સેલિંગ કર્યું હતું. પરંતુ તે પતિ પાસે પરત જવા તૈયાર ન હોય તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી. તેમજ બંગાળમાં તેના પતિને પણ જાણ કરવામાં આવી હતી.

આ ઘટનામાં આૃર્યની વાત એ છે કે રાજેશની ઉંમર હજુ ૧૮ વર્ષ પણ પુરી થઈ નથી. તેના કારણે તે કાયદાની રીતે પણ લગ્નની ઉંમર ધરાવતો નથી. આ જાણ કરવા છતાં ભાગ્યશ્રીએ જીદ પકડી હતી કે હું હવે ક્યાંય જવાની નથી અને પ્રેમી રાજેશ સાથે જ રહેવાની છું. હાલમાં આ કેસનો કોઈ નિવેડો આવ્યો નથી પરંતુ લોકોમાં આ કિસ્સાએ ભારે ઉત્કંઠા જગાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન