Anand In Heavy To Heavy Rains by 7 inches of rain in 4 hours, see waterloggedI n 10 pictures
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 4 કલાકમાં 7 ઈંચ વરસાદથી આણંદ તહેસ નહેસ થઈ ગયું, જુઓ 10 તસવીરોમાં જળબંબાકાર આણંદ

4 કલાકમાં 7 ઈંચ વરસાદથી આણંદ તહેસ નહેસ થઈ ગયું, જુઓ 10 તસવીરોમાં જળબંબાકાર આણંદ

 | 2:30 pm IST
  • Share

આણંદ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. સવારે 4 કલાકમાં 7 ઈંચ વરસાદે નીચાણવાળા વિસ્તારોની કપરી હાલતમાં મૂકી દીધા છે. આણંદના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેમ સામે પાણીનો અવિરત ચાલતા પ્રવાહના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આણંદની વાત કરીએ તો આજે સવારથી આભ ફાટ્યું હોય તેમ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી આણંદમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આજે (શુક્રવાર) સવારથી મેઘરાજા આણંદમાં વરસી રહ્યા છે. સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

આપણે જો આણંદમાં છેલ્લાં બે દિવસની વાત કરીએ તો બુધવાર રાત્રેથી શુક્રવાર સવાર સુધીમાં આણંદમાં 13 ઈંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. આણંદમાં વરસાદના આગમને જ નીચાંણવાળા વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકી ઉભી થઇ છે.

આણંદમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના લીધે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. આણંદમાં નવા બસસ્ટેન્ડ, ભાલેજ બ્રિજ પાસે પાણી ભરાયા હોવાના અહેવાલ છે. ઉમરીનગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પેટલાદના કાલકા ગેટ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. આંકલાવમાં ભારે વરસાદથી ચારેબાજુ પાણી પાણી દેખાઈ રહ્યું છે. આ સિવાય આણંદ વિધાનગર રોડ ,શાસ્ત્રી મેદાન વિદ્યાનગર, આણંદ અંબાજી મંદિર ,લક્ષ્મી ટોકીઝ વિસ્તાર ,વિદ્યાનગર રોડ લક્ષ્મી સીનેમા ગામડીવડ ,રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર ભારે પાણી ભરાયા હતા. આણંદમાં ભારે વરસાદના કારણે જાહેર માર્ગો ઉપર નદીની જેમ વહેતો ધસમસતો પ્રવાહ નજરે ચઢ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, આણંદ જીલ્લાના આજે શુક્રવારે સવારના 10 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ આણંદ તાલુકામાં 170 મીમી, પેટલાદમાં 48 મીમી, ખંભાત 22, બોરસદ 15 મીમી ,અંકલાવમાં 8 મીમી અને સોજીત્રામાં 4 મીમી તેમજ તારાપુરમાં 2 મીમી અને ઉમરેઠમાં 1 મીમી સામાન્ય વરસાદ નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન