Ananya Panday's Beautiful Photos From Goa Beach
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos:ઢળતી સાંજે ગોવાના બીચ પર અનન્યાએ વીખેર્યો જાદૂ, દિલકશ તસવીરો આવી સામે

Photos:ઢળતી સાંજે ગોવાના બીચ પર અનન્યાએ વીખેર્યો જાદૂ, દિલકશ તસવીરો આવી સામે

 | 5:39 pm IST
  • Share

અનન્યા પાંડે (Ananya Panday) પોતાની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની સાથે નજર આવશે. આ ફિલ્મની શૂટિંગ માટે તે અત્યારે ગોવા (Goa)માં છે. અનન્યા ગત દિવસોમાં ગોવાના બીચ (Beach) પર પહોંચી અને તેણે અહીં સુંદર તસવીરો (Photos) ક્લિક કરાવી. અનન્યા પાંડે સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની સુંદરતસવીરો શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે નિર્દેશક શકુન બત્રાની ફિલ્મમાં અનન્યા પાંડે દીપિકા પાદુકોણ સાથે કામ કરી રહી છે.

ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી પણ લીડ રોલમાં

આ ફિલ્મનું નામ અત્યાર સુધી નક્કી નથી. ઢળતી સાંજે ક્લિક કરવામાં આવેલી આ તસવીરોમાં અનન્યા ખીલતી જોવા મળી રહી છે. અનન્યા પાંડેની આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી પણ લીડ રોલમાં છે. ઉલ્લેખનીય છે કે શકુન બત્રા આ પહેલા ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘એક મેં ઔર એક તુ’ જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે.

‘ખાલી પીલી’ ફિલ્મમાં ઈશાન સાથે જોવા મળી હતી અનન્યા

આ પહેલા હાલમાં જ અનન્યા ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ‘ખાલી પીલી’માં નજર આવી ચુકી છે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ની સાથે બોલીવુડમાં એન્ટ્રી કરનારી અનન્યા પાંડેની બીજી ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ હતી, જેમાં તેની સાથે કાર્તિક આર્યન ઉપરાંત ભૂમિ પેડનેકર જોવા મળી હતી.

આ વિડીયો પણ જુઓ: ઈદે મિલાદના જુલુસની પરવાનગી આપવા રજૂઆત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન