Android users will also have the option to turn earthquake alerts on and off
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Google લાવી રહ્યું છે શાનદાર ફીચર, મળી જશે ભૂકંપનું એલર્ટ

Google લાવી રહ્યું છે શાનદાર ફીચર, મળી જશે ભૂકંપનું એલર્ટ

 | 5:13 pm IST
  • Share

દેશ અને દુનિયામાં ક્યાંકને ક્યાંક ભૂકંપ આવતા રહે છે. આ કિસ્સામાં ગૂગલ(Google) જલ્દીથી મોરચો સંભાળવા જઈ રહ્યુ છે. કેટલાક દેશોમાં ગૂગલ ભૂકંપ એલર્ટ ફીચર લોન્ચ કરશે. ગૂગલે હજી સુધી ભારત(INDIA)માં આ ફીચર ક્યારે રજૂ કરવામાં આવશે તે અંગે માહિતી આપી નથી.

ગૂગલનુ ધરતીકંપ એલર્ટ પહેલા યુએસના કેટલાક વિસ્તારો માટે જ હતુ, પરંતુ હવે તે ગ્રીસ અને ન્યુઝીલેન્ડ માટે પણ જારી કરવામાં આવ્યુ છે. Android વપરાશકર્તાઓ પાસે ભૂકંપ એલર્ટ બંધ અને ચાલુ કરવાનો વિકલ્પ પણ હશે. અમેરિકાના વોશિંગ્ટનના વપરાશકર્તાઓને ગુગલ દ્વારા ગયા વર્ષે મેમાં આવેલા ભૂકંપ અંગે ચેતવણી મળી હતી. The Vergeના એક અહેવાલ મુજબ, ગૂગલની આ સેવાની કેટલીક મર્યાદાઓ છે. ગૂગલની ચેતવણી થોડીક સેકંડ પહેલાં મળે છે, જે બહુ લાંબો સમય નથી. ભૂકંપ કેન્દ્રથી દૂર આવેલા લોકોને થોડા સમય પહેલાં તેની માહિતી મળે છે.

Google Meet જૂન સુધી ફ્રી

ગૂગલના ખાસ જીમેલ યૂઝર્સને મળતી Google Meetની વિડિયો કોલિંગ સેવા ચાલુ વર્ષે જૂન સુધી જ ફ્રી રાખવાનું નક્કી કર્યું છે. આ વિશેષ વિડિયો કોલિંગ સેવા માટે તમારે કોઈ પૈસા ખર્ચવા પડશે નહીં. ગૂગલે કહ્યું કે હવે જીમેલના વપરાશકારો કોઈપણ પૈસા ખર્ચ કર્યા વિના 24 કલાક ગૂગલ મીટ સેવાનો ઉપયોગ કરી શકે છે. કંપની આ માટે યુઝર્સ પાસેથી કોઈ પૈસા લેશે નહીં. જો કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જો વપરાશકર્તાઓ આ સેવાનો ઉપયોગ 24 કલાકથી વધુ સમય માટે કરશે, તો પૈસા ચૂકવવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન