angry man released snakes in petrol pump office cctv video
  • Home
  • Featured
  • VIDEO: બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી અને શખ્સનો પિત્તો ગયો, ઓફિસમાં જઈને કોબ્રા સાપ છોડી દીધાં

VIDEO: બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી અને શખ્સનો પિત્તો ગયો, ઓફિસમાં જઈને કોબ્રા સાપ છોડી દીધાં

 | 4:42 pm IST

મહારાષ્ટ્રમાં કંઈક એવું બન્યું કે જેણે બધાને આશ્ચર્યચકિત કરી નાંખ્યા. મહારાષ્ટ્રના બુલદાનામાં એક શખ્સ પેટ્રોલ પમ્પ ઓફિસ પર ગયો અને બોટલમાંથી કાઢીને ત્રણ સાપ છોડી દીધા. માત્ર એટલા માટે કે પેટ્રોલ પમ્પના કામદારોએ તેને બોટલમાં પેટ્રોલ આપવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેને જોઇને તમને પણ આશ્ચર્ય થશે.

સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે પેટ્રોલ પમ્પ ઓફિસના દરવાજે એક વ્યક્તિ આવે છે. અને બરણી અંદરથી સાપને બહાર કાઢીને ઓફિસની અંદર છોડી દે છે, ત્યારબાદ લોકો ભાગી જાય છે. તેણે ત્રણ સાપને છોડ્યા હતા, જેમાં 2 કોબ્રા અને એક ધામણ પ્રજાતિનો સમાવેશ થાય છે. બસ એ શખ્સને એટલો જ વાંધો હતો કે એ લોકોએ તેને બોટલમાં પેટ્રોલ ભરી આપવાની ના પાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન