Anil Kapoor And Rani Mukerji Star Bollywood Movie Nayak
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખ અને આમિર ખાનની મહેરબાનીથી અનિલ કપૂર બન્યો બૉલિવૂડનો ‘નાયક’!

શાહરૂખ અને આમિર ખાનની મહેરબાનીથી અનિલ કપૂર બન્યો બૉલિવૂડનો ‘નાયક’!

 | 3:37 pm IST
  • Share

બૉલિવૂડ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ “નાયક” 7 સપ્ટેમ્બર, 2001ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના રિલીઝ થયાને 20 વર્ષ પૂરા થવા પર તેને ફરીથી યાદ કરવામાં આવી રહી છે. કેવી રીતે અનિલ કપૂર એક દિવસ માટે મુખ્યમંત્રી બનીને પ્રજાના દિલ જીતવામાં સફળતા મેળવે છે? અનિલ કપૂરના ફિલ્મી કેરિયરની બેસ્ટ ફિલ્મોમાંથી આ ફિલ્મ એક છે. જેમાં અનિલે સામે ચાલીને માંગીને કામ મેળવ્યું હતું.

હકીકતમાં “નાયક” એસ શંકરે જ્યારે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, ત્યારે લીડ એક્ટર તરીકે તેમની પ્રથમ પસંદ આમિર ખાન અથવા શાહરૂખ ખાન હતા. ખુદ અનિલ કપૂરે મીડિયાને સંબોધતા એક વખત જણાવ્યું હતું કે, જ્યારે આ બન્ને અભિનેતાઓએ “નાયક” ફિલ્મમાં ભૂમિકા ભજવવાની ના પાડી, ત્યારે તેની મને જાણ થઈ ગઈ. આખરે હું ખુદ એસ શંકર પાસે કામ માંગવા માટે જતો રહ્યો. મને આનંદ છે કે, હું આ ફિલ્મ કરી શક્યો.

અનિલ કપૂરને અંદાજો હતો કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ સામાન્ય નાગરિકોના હ્રદયને સ્પર્શવામાં સફળ રહેશે. જો કે એવો અંદાજો નહતો કે, આ ફિલ્મને આટલો શાનદાર રિસ્પોન્સ મળશે.

ટીવી જર્નાલિસ્ટ શિવાજી રાવની ભૂમિકાથી અનિલ કપૂર છવાયો
“નાયક” ફિલ્મમાં અનિલ કપૂરે ટીવી જર્નાલિસ્ટ શિવાજી રાવની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અમરીશ પુરી મુખ્યમંત્રીની ભૂમિકામાં હતા. શિવાજીને એક દિવસ મુખ્યમંત્રીનો ઈન્ટર્વ્યૂ લેવાની તક મળે છે. આ દરમિયાન આકરા પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી અને પત્રકાર વચ્ચે ઉગ્ર દલીલો થાય છે. વાત એટલી હદ સુધી વણસે છે કે, અમરીશ પુરી પત્રકારને એક દિવસ માટે મુખ્યમંત્રી બનીને સત્તાનું સુકાન સંભાળવાનો પડકાર ફેંકે છે. આ તકનો ફાયદો ઉઠાવીને અનિલ કપૂર ભ્રષ્ટાચારનો ખાતમો કરવાની કોશિશ કરે છે. આ ફિલ્મમાં અનિલ કપૂરનો અભિનય દર્શકોના મન પર અમીટ છાપ છોડે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો