Anil Kapoor has shared a video of the last day of his tour of Germany
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનિલ કપૂર જર્મનીમાં એડમિટ, વીડિયો આવ્યો સામે

અનિલ કપૂર જર્મનીમાં એડમિટ, વીડિયો આવ્યો સામે

 | 9:03 pm IST
  • Share

  • જર્મનીમાં સારવાર કરાવી રહ્યા છે અનિલ કપૂર
  • ખબર સાંભળી ચાહકો ચિંતામાં
  • જર્મનીથી સામે આવ્યો અનિલ કપૂરનો વીડિયો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ફીટ અભિનેતાઓમાંથી એક અનિલ કપૂર આ દિવસોમાં પોતાની સારવાર માટે જર્મનીમાં છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને તેમની સારવાર વિશે વાત કરી હતી. અને જણાવ્યું હતું કે તેઓ ડોક્ટર મુલરને મળવા જઈ રહ્યા છે.

અનિલે વીડિયો શેર કરી કહી બીમારી

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરે તેમના જર્મની પ્રવાસના છેલ્લા દિવસનો વીડિયો શેર કર્યો છે. જેમાં અનિલ એ પણ વાતનો ખુલાસો કરે છે કે આજે તેની સારવારનો છેલ્લો દિવસ છે અને આ સંદર્ભે તે એક જર્મન ડોક્ટરને મળવાનો છે.

વીડિયોમાં અનીલ ચાલી રહ્યો છે બરફવર્ષામાં

વીડિયોમાં અનિલ બરફવર્ષા વચ્ચે જર્મનીના રસ્તાઓ પર પસાર થતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં અનિલે રોકસ્ટાર ફિલ્મનું ફિર ઉદ ચલા ગીત મૂક્યું છે. આગામી ફિલ્મ જુગ જુગ જિયોમાં અનિલની સહ-અભિનેત્રી નીતુ કપૂર આ વીડિયો પર ઈમોજી કમેન્ટ કરી છે જેનો અર્થ છે કે તે અનિલને ઓલ ધ બેસ્ટ કહી રહી છે. બીજી તરફ નીના ગુપ્તાની પુત્રી અને સોનમ કપૂરની બેસ્ટ ફ્રેન્ડ મસાબા ગુપ્તાએ લખ્યું છે કે અનિલ અંકલ તમને કેવી રીતે હરાવીએ.

ચાહકો ચિંતામાં

બીજી તરફ આ વીડિયો જોઈ અનિલના ચાહકો તેની સારવારને લઈને ચિંતિત થયા અને અનેક સારવારને લઈને અનેક પ્રશ્નો પૂછી નાખ્યા.તેઓ જાણવા માંગતા હતા કે અનિલ શાની સારવાર કરાવી રહ્યો છે. અનિલને ટેગ કરતાં એક ચાહક લખે છે, સર, તમે ગયા વર્ષે કહ્યું હતું કે ડૉ. મુલર તમને ઠીક કરી દીધા છે. તેથી હું આશા રાખું તમે સ્વસ્થ હશો.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

દસ વર્ષથી અનિલને છે બીમારી

ગયા વર્ષે, અનિલ કપૂરે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે તે દસ વર્ષથી પગની બીમારીથી પીડિત છે. અનિલે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે તે કોઈ પણ સર્જરીની મદદ વિના તેમાંથી સાજો થઈ ગયો છે. અનિલના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે જુગ જુગ જિયોમાં જોવા મળવાનો છે, જેમાં તે નીતુ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છે.

અનિલે ડોકટરનો માન્યો આભાર

આ વીડિયોમાં અનિલે બ્લેક કોટ પહેરેલો છે. આ વીડિયોના કેપ્શનમાં અનિલ લખે છે, બરફ પર એક પરફેક્ટ વોક. જર્મનીમાં છેલ્લો દિવસ. હું મારી છેલ્લી સારવાર માટે ડોક્ટર મુલરને મળવા જઈ રહ્યો છું. તેમની સારવાર માટે તેમનો આભાર

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો