ankita lokhande remembers sushant singh rajput on one month
  • Home
  • Featured
  • સુશાંતના નિધનને એક મહિનો થયો છતા હજુ પણ ભૂલી નથી શકી અંકિતા, સોશિયલ મીડિયા પર દર્દ છલકાયું

સુશાંતના નિધનને એક મહિનો થયો છતા હજુ પણ ભૂલી નથી શકી અંકિતા, સોશિયલ મીડિયા પર દર્દ છલકાયું

 | 10:59 am IST

સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી અંકિતા લોખંડે એક સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક પ્રખ્યાત જોડી હતી, પરંતુ તેમના પ્રેમને કોઈની નજર લાગી અને બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. સુશાંતની આત્મહત્યા પછી જો કોઈ અંદરથી તૂટી ગયું હોય તો તે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે છે. અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી એક મહિના પૂરો થતા સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે.

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર એક પણ પોસ્ટ શેર કરી નહોતી પરંતુ હવે એક મહિના પછી અંકિતાએ સુશાંતના નામે દીવો પ્રગટાવ્યો છે. આ તસવીરમાં અંકિતા લોખંડેના ઘરના મંદિરની એક ઝલક નજરે પડે છે.

અંકિતાની આ પોસ્ટને અત્યાર સુધી 1 લાખથી વધુ લોકોને પસંદ આવી છે. પ્રશંસકો ટિપ્પણી કરી રહ્યા છે અને તેમને મજબૂત રહેવાની સલાહ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું – સુશાંત વિશે જે થયુ તે ખૂબ ખરાબ હતું. તમારી સંભાળ રાખો, અમે બધા તમારી સાથે છીએ.

અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતે ‘પવિત્ર રિશ્તા’ ટીવી સિરિયલમાં સાથે કામ કર્યું હતું. બંને ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં પણ હતાં. એવા સમાચારો પણ હતા કે અંકિતા અને સુશાંત ટૂંક સમયમાં લગ્ન કરી લેશે. પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયા હતા. સુશાંતે 14 જૂને પોતાના બાંદ્રાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન