Announcement of Rs. 5500 for vehicles without HSRP
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કાર ચલાવતા લોકો સાવધાન! HSRP નથી તો કાલથી લાગશે 5500 રૂપિયાનો દંડ

કાર ચલાવતા લોકો સાવધાન! HSRP નથી તો કાલથી લાગશે 5500 રૂપિયાનો દંડ

 | 5:48 pm IST
  • Share

જો તમે ઉત્તર પ્રદેશના નોઈડામાં રહો છો અને અત્યાર સુધીમાં તમે તમારી કાર કે ટુ-વ્હીલરમાં હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP) નથી લગાવી તો તમે સારૂ રહેશે કે તમારી કારને પાર્કીંગમાં જ ઉભી રાખો, કારણ કે આવતી કાલે એટલે કે 15 એપ્રિલથી તમારું ચલણ(challan) કાપવાનું શરૂ થશે.

ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં અત્યાર સુધીના આંકડા મુજબ, 50 ટકા વાહનોમાં પણ એચએસઆરપી નંબર પ્લેટો લગાવવામાં આવી નથી. જિલ્લામાં 7.5 લાખ જેટલા વાહનો રજિસ્ટર્ડ છે અને અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા લગભગ 2.5 લાખ વાહનો અહી દોડી રહ્યા છે. એટલે કે અહીં લગભગ 10 લાખ વાહનો દોડે છે. ગૌતમ બુધ નગર જિલ્લામાં વાહન માલિકો એચએસઆરપી અંગે ગંભીરતા દાખવી રહ્યા નથી, તેથી જિલ્લા વહીવટીતંત્રએ એપ્રિલ 15 પછી એચએસઆરપી વિનાના વાહનો માટે 5500 રૂપિયાના ચલણની જાહેરાત કરી છે.

વાસ્તવમાં લોકોએ HSRP માટે ઓનલાઇન બુકિંગ કરવું પડે છે. જિલ્લામાં એવા પણ ઘણા લોકો છે જેમણે ઓનલાઈન બુકિંગ કર્યુ છે અને તેઓ બે થી ત્રણ મહિનાના વેઈટિંગમાં છે. જેમણે ઓનલાઇન બુકિંગ કરાવ્યું છે તેઓ ડ્રાઇવિંગ કરતી વખતે તેમની સ્લિપ તેમની સાથે રાખે. સ્લિપ બતાવવા પર તે ચલણમાંથી બચી શકશે.

HSRP શું છે?

HSRP એ એક હોલોગ્રામ સ્ટીકર છે, જેમાં વાહનના એન્જિન અને ચેસિસ નંબરો દાખલ કરવામાં આવે છે અને તે વાહનની નંબર પ્લેટ પર પેસ્ટ કરવામાં આવે છે. હાઈ સિક્યોરિટી નંબર પ્લેટને વાહનની સલામતી અને સુવિધા માટે બનાવવામાં આવી છે. તેને વાહનમાં ખાસ પ્રકારે ફીટ કરવામાં આવે છે. એકવાર નંબર પ્લેટ ઇન્સ્ટોલ થઈ જાય, પછી તેને સરળતાથી દૂર કરી શકાતી નથી.

પ્રેશર મશીનથી લખાયેલ HSRP પર એક પિન હોય છે જે કારને જોડે છે. આ પિન એકવાર વાહનમાં નંબર પ્લેટને પકડી લેશે, તો તે બંને બાજુથી લોક થઈ જશે. પેટ્રોલ અને સીએનજી વાહનો માટે લાઇટ બ્લુ સ્ટીકર નક્કી કરાયું છે. તે જ સમયે, ડીઝલ સંચાલિત વાહનો માટે નારંગી રંગના સ્ટીકર્સ ફરજિયાત છે. 2 ઓક્ટોબર 2018 થી તમામ નવા વાહનોમાં રંગીન સ્ટીકરો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

આ વીડિયો પણ જૂઓ: કોરોનાકાળમાં ભાજપની બાઈક રેલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન