Another murder was reported in Rajkot city at Gujarat
  • Home
  • Gujarat
  • રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી

 | 3:25 pm IST
  • Share

  • હત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઇ

  • પ્રેમ પ્રકરણમાં ઉશ્કેરાઈ સગીરે માતાના પ્રેમીની હત્યા કરી

  • થોરાળા પોલીસે હત્યાના મામલે તપાસ હાથ ધરી

 

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં માતાના પ્રેમ પ્રકરણમાં ઉશ્કેરાઈ સગીર બાળકે માતાના પ્રેમીની હત્યા કરી નાખી છે. તેમાં રાજકોટના થોરાળા વિસ્તારમાં બનેલી હત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલા ચુનારાવાડ ચોક નજીક યુવકની છરીના ચાર ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. શનિવારે રાતે ભગવતીપરામાં રહેતા સમીર બુખારી નામના યુવક પર પ્રેમિકાના સગીર પુત્રે છરી વડે હુમલો કર્યો હતો. વિધવાના બે વર્ષથી મરનાર સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે. થોરાળા પોલીસે હત્યાના મામલે તપાસ હાથ ધરી છે અને હત્યારો સગીર પોલીસના હાથવેંતમાં છે. જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

સારવાર મળે તે પહેલાં જ સમીરનું મોત થયું

દારૂ પીને પ્રેમિકાને માર મારતા પ્રેમિકાના પુત્રે માર ન મારવા કહેતા ઝઘડો થયો હતો. ત્યારબાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સગીરે યુવક પર છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સમીરને વિધવા ઓટો રીક્ષામાં પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલાં જ સમીરનું મોત થયું હતું.

થોરાળા વિસ્તારમાં વધુ એક યુવકની હત્યા

શહેરમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ ચોરી, લૂંટ અને હત્યાનાં બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે થોરાળા વિસ્તારમાં વધુ એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં આ યુવકની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ હાલ સામે આવ્યું છે. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો છે. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો