Another video of Baba Ka Dhaba went viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કુદરતની થપાટ – બાબા કા ઢાબાનો વધુ એક વીડિયો થયો વાયરલ, ચોંકાવનારો ખુલાસો કર્યો

કુદરતની થપાટ – બાબા કા ઢાબાનો વધુ એક વીડિયો થયો વાયરલ, ચોંકાવનારો ખુલાસો કર્યો

 | 11:31 am IST
  • Share

બાબા કા ઢાબાના માલિક ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે જેમાં તેમણે યુટ્યૂબર ગૌરવની પાસે માફી માંગી છે. પ્રથમ લોકડાઉન પછી સોશિયલ મીડિયામાં છવાયેલા કાંતા પ્રસાદે માલવીયનગરમાં રેસ્ટોરન્ટ ખોલી હતી. બીજા લોકડાઉનમાં બાબાની નવી રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ હતી. હવે બાબા ફરીથી પાછા પોતાના ઢાબા પર આવી ગયા છે. એવામાં ફરી એકવાર બાબાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે યુટ્યૂબર ગૌરવ વાસનની માફી માગી રહ્યા છે. વીડિયોમાં બાબા બે હાથ જોડીને કહે છે કે, એ છોકરો ચોર નહોતો.મેં પણ ક્યારેય તેને ચોર કહ્યો નહોતો. બસ અમારાથી એક ચૂક થઇ ગઇ હતી હું તેની માફી માગું છું. જનતા જનાર્દનને કહ્યું હતું કે જો મારાથી કોઇ ભૂલ થઇ હોય તો મને માફ કરજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન