anti-bomb squad investigates a Pakistani stadium after New Zealand canceled a tour
  • Home
  • Sports
  • Cricket
  • ન્યૂઝીલેન્ડે પ્રવાસ રદ્દ કર્યા બાદ પાકિસ્તાનના સ્ટેડિયમમાં બોમ્બ વિરોધી ટુકડીએ કરી તપાસ

ન્યૂઝીલેન્ડે પ્રવાસ રદ્દ કર્યા બાદ પાકિસ્તાનના સ્ટેડિયમમાં બોમ્બ વિરોધી ટુકડીએ કરી તપાસ

 | 6:00 pm IST
  • Share

17 સપ્ટેમ્બરે રાવલપિંડીમાં પ્રથમ વન-ડે રમાય તેના થોડા કલાકો પહેલા જ ન્યૂઝીલેન્ડની ટીમે આખેઆખો પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારની સુરક્ષા ચેતવણી બાદ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લીધો હતો. પ્રવાસ રદ થયા બાદ પાકિસ્તાન સુરક્ષા અને બોમ્બ વિરોધી ટુકડી રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં તપાસ કરતી જોવા મળી હતી. આ પ્રવાસમાં કીવી ટીમ ત્રણ વન-ડે અને પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની હતી.

ન્યૂઝીલેન્ડના PM એ હુમલાની શંકા વ્યક્ત કરી હતી

બંન્ને દેશો વચ્ચે રમાનાર આ મેચમાં ન્યઝીલેન્ડના પ્રધાનમંત્રી જૈસિંડા અર્ડર્ને કીવી ટીમ પર હુમલાને લઇ આશંકા વ્યક્ત કરી હતી. જોકે આ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ન્યૂઝીલેન્ડના પીએમને આશ્વાસન આપ્યું હતું કે, કોઇ ખતરો નથી. ત્યાં જ અમરાન ખાનને જવાબ આપતા ન્યૂઝીલેન્ડના પીએમ એ કહ્યું હતું કે, હોટલથી બહાર નીકળ્યા બાદ અમારી ટીમ પર હુમલો થઇ શકે છે.

પ્રવાસ રદ્દ થયા બાદ સ્ટેડિયમમાં તપાસ

ન્યૂઝીલેન્ડ દ્વારા પ્રવાસ રદ્દ કર્યા બાદ પાકિસ્તાન સુરક્ષાકર્મી અને બોમ વિરોધી ટુકડી રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર જોવા મળી હતી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ મેદાનમાં તપાસ હાથ ધરી હતી. પરંતુ અત્યાર સુધી સુરક્ષા એજન્સી તરફથી આ અંગે કોઇ નિવેદ આપવામાં આવ્યું નથી.

ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચોની સિરીઝ રદ્દ

ન્યૂઝીલેન્ડની ટીમ 18 વર્ષ બાદ પાકિસ્તાન પ્રવાસે આવી હતી. આ પ્રવાસ પર કીવી ટીમને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવાની હતી. આ તમામ મેચ રાવલપિંડીમાં રમાવાની હતી. તેના પછી બંન્ને ટીમો વચ્ચે પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમાવાની હતી. આ તમામ ટી-20 મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાવાની હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો