Anushka Sharma treats fans to a new pic of 'little' Vamika on Ashtami
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનુષ્કાએ વામિકા સાથે ક્યૂટ ફોટો શેર કર્યો

અનુષ્કાએ વામિકા સાથે ક્યૂટ ફોટો શેર કર્યો

 | 7:00 am IST
  • Share

  • અનુષ્કા શર્માએ તેની દીકરીની નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી

  • વાણી કપૂર, મૌની રોય, પ્રિયંકા ચોપરા, સુનીલ શેટ્ટી, જેનેલિયા ડિસૂઝા જેવા કેટલાય સ્ટાર્સે પણ પ્રેમ વરસાવ્યો


ફોટો સાથે લખ્યું, એવી કામના છે કે, તને તારી અંદર દેવીની શક્તિ મળે મારી નાનકડી વામિકા, હેપ્પી અષ્ટમી…

અનુષ્કા શર્માએ તેની દીકરીની નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી જેને જોઈને બોલિવૂડ સ્ટાર્સ પણ કમેન્ટ ન કરતા પોતાની જાતને ન રોકી શક્યા. અનુષ્કા શર્માએ દુર્ગા અષ્ટમીના પ્રસંગે દીકરી વામિકાની નવી તસવીર શેર કરી જેમાં મધર અને ડોટર બન્નેનો અંદાજ ફેન્સનું દિલ ચોરી રહ્યું છે. આ ફોટોમાં 8 મહિનાની વામિકાનો ચહેરો માની તરફ છે અને કેમેરા પર તેનો સાઇડ ફેસ દેખાઈ રહ્યો છે.

અનુષ્કા તેની લાડલીમાં ખોવાયેલી દેખાઈ રહી છે. હવે આ તસવીર પર ફેન્સે ખૂબ પ્રેમ વરસાવ્યો છે. વાણી કપૂર, મૌની રોય, પ્રિયંકા ચોપરા, સુનીલ શેટ્ટી, જેનેલિયા ડિસૂઝા જેવા કેટલાય સ્ટાર્સે પણ પ્રેમ વરસાવ્યો. આ ઉપરાંત રણવીરસિંહે પણ આ તસવીરને જોઈને એવી જ કોમેન્ટ કરી   જે દરેક વખતે નાના બાળકને જોઈને મોંઢામાં સરી પડે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો