Apple Chutney Recipe: how to make apple chutney at home
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સફરજનની ખાટી-મીઠી ચટણી બનાવવા માટે ફોલો કરો આ રેસિપી

સફરજનની ખાટી-મીઠી ચટણી બનાવવા માટે ફોલો કરો આ રેસિપી

 | 5:13 am IST
  • Share

આપણે હંમેશા એવું સાંભળીએ છીએ કે ‘વન એપ્પલ અ ડે, કીપ્સ ડૉક્ટર અવે’. આપણને રોજ એક સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. સવારે નાસ્તામાં સફરજન ખાવું ફાયદાકારક માનવામાં આવે છે. આનાથી તમે ઘણી બીમારીઓથી દૂર રહો છો. તમે સફરજનને કોઈ પણ સ્વરૂપમાં પોતાની ડાયેટમાં સામેલ કરવું જોઈએ. ત્યારે સફરજનની ચટણી બનાવીને ખાવી જોઈએ. આ ચટપટા સ્વાદવાળી ચટણી તમે નાસ્તા સાથે સર્વ કરી શકો છો. બાળકો અને મોટાઓને પણ આ ચટણીનો સ્વાદ પસંદ આવશે. તો ચાલો તમને જણાવી દઈએ કે ઘરે જ સફરજનની ચટણી કેવી રીતે બને છે.

સામગ્રી:

  • 500 ગ્રામ સફરજન
  • 250 ગ્રામ ખાંડ
  • અડધી ચમચી લીંબુનાં ફૂલ
  • અડધી ચમચી આદુંનું છીણ
  • અડધી ચમચી તજનો પાઉડર
  • અડધી ચમચી લવિંગ-મરી ઇલાયચીનો મિક્સ પાઉડર
  • અડધી ચમચી મરચું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી બાફવા માટે

રીત:

સફરજનને ધોઇને છાલ કાઢી, તેના ટુકડા કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરી બાફી લેવા અને એક નોનસ્ટિક કડાઇમાં સફરજનનો માવો, ખાંડ અને આદુંનું છીણ નાંખી ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરવું. આમ કર્યા પછી ગેસ બંધ કરી તેમાં તજ, મરી, લવિંગ, ઇલાયચી પાઉડર, મરચું-મીઠું નાખી બરાબર મિક્સ કરી બોટલમાં ભરી લો.

તૈયાર છે સફરજનની ચટણી, આને ફ્રીજમાં રાખવી. પરોઠા, પૂરી-બ્રેડ સાથે સરસ લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન