extended bci all India bar exam to-get-lawyer-license
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Career
  • લો સ્ટુડન્સ માટે વકીલ બનવાનો અવસર, બસ આ એક પરીક્ષા પાસ કરી પ્રેક્ટિસ કરી શકશો

લો સ્ટુડન્સ માટે વકીલ બનવાનો અવસર, બસ આ એક પરીક્ષા પાસ કરી પ્રેક્ટિસ કરી શકશો

 | 10:38 am IST
  • Share

જો તમે કાયદાનો અભ્યાસ કર્યો છે અને વકીલાતની પ્રેક્ટિસ કરવા માંગો છો, તો તમારે લાઇસન્સની જરૂર પડશે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા લેવામાં આવતી ઓલ ઇન્ડિયા બાર પરીક્ષા (AIBE) પાસ કરશો ત્યારે તમને આ લાઇસન્સ મળશે. તમારી પાસે હજી પણ આ પરીક્ષા માટે અરજી કરવાની તક છે.

બીસીઆઈ દ્વારા આ વર્ષે એઆઇબીઇ (AIBE 16) ની 16 મી આવૃત્તિનું આયોજન કરવામાં આવનાર છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2021 હતી. પરંતુ કોવિડ -19 ને કારણે, બીસીઆઈએ અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2021 સુધી વધારી દીધી છે.

ઓનલાઇન અરજી ફોર્મની લિંક પર જઇ આ અરજી કરી શકો છો. આ પરીક્ષા કુલ 11 ભાષાઓમાં લેવામાં આવશે. પરીક્ષા માટે અરજી કરતી વખતે, તમે તમારી અનુકૂળતા અનુસાર આ ભાષાઓમાંથી કોઈપણ પસંદ કરી શકો છો. દેશભરના 40 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન