Apply Strict Lockdown In Areas Where The Covid Infection Rate Is More Than 10 Percent
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતમાં કોરોના વાયરસનો ક્યારે થશે ખાતમો? AIIMSના ડૉ ગુલેરિયાએ કરી ભવિષ્યવાણી

ભારતમાં કોરોના વાયરસનો ક્યારે થશે ખાતમો? AIIMSના ડૉ ગુલેરિયાએ કરી ભવિષ્યવાણી

 | 11:23 pm IST
  • Share

કોરોના વાયરસની દહેશતથી દેશ આખો હચમચી ગયો છે. સૌકોઈના મોઢે એક જ સવાલ છે કે, કોરોનાની આ તારાજી ક્યારે બંધ થશે. દેશમાં કોરોના પીક પર ક્યારે હશે? નવી દિલ્હી સ્થિત AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ તમામ સવાલોના જવાબ આપ્યા છે.

ગુલેરિયાએ કહ્યું હતું કે, ભારત એક વિશાળ દેશ હોવાથી ત્યાં જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ કોરોના પીક આવશે. પશ્ચિમ ભારતમાં કોરોનાના કેસ એક સમયે વધવા બાદ હવે ઘણા ખરા ઘટવા લાગ્યા છે. મહારાષ્ટ્ર પર નજર કરવામાં આવે તો આંકડા જોઈને જ ખબર પડી જશે કે અહીં કોરોના પીક આવી ગયો છે.

ડો, ગુલેરિયાએ કહ્યું હતું કે, જો રાજધાની દિલ્હીની આસપાસના રાજ્યો અને વિસ્તારોની વાત કરીએ તો તો ત્યાં કોરોનાનો પીક આવવામાં હજી થોડો સમય લાગશે. કદાચ આ મહિનાના મધ્ય ભાગ સુધીમાં આ વિસ્તારમાં પણ કોરોનાનો પીક આવી શકે છે. જોકે એ વાત પણ વધુ જરૂરી છે કે, આપણે કોરોના સંક્રમણને રોકવા યોગ્ય પગલા ભરીએ છીએ કે કેમ?

તેમણે પૂર્વ ભારતમાં કોરોનાના સંક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ડૉ, ગુલેરિયાએ જણાવ્યું હતું કે, અસમ અને બંગાળ જેવા રાજ્યોમાં હાલ કોરોનાના કેસ વધવાના શરૂ થયા છે. જે ચિંતાનો વિષય છે. કોરોનાનો ખતરો દરેક જગ્યાએ જુદા જુદા સમયે વધશે પરંતુ તેને લઈને સતર્કતા વર્તવામાં આવે તો આ મહિનાના અંત સુધીમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો થઈ શકે છે.

વાયરસના નેચનરે ધ્યાનમાં રાખતા શું ત્રીજી લહેર આવવાનો પણ ખતરો ખરો? શું તેના માટે વધુમાં વધુ વેક્સીન લગાવવાની જરૂરી છે? જવાબમાં ડૉ ગુલેરિયાએ કહ્યું હતું, હા, કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે. જો આપણે વધુમાં વધુ લોકોને વેક્સીન આપવામાં સફળ રહ્યાં તો ત્રીજી લહેર એટલી ખતરનાક સાબિત નહીં થાય.

 સીરમ દ્વારા કહેવામાં આવ્યું હ્તું કે જુલાઈ મહિના સુધી વેક્સીનની અછત રહેશે અને આટલી મોટી આબાદીને વેક્સીન આપવી કોઈ રસળ વાત નહીં રહે. આ મામલે તેમણે કહ્યું હતું કે, આ ખરેખર ચિંતાનો વિષય છે. જોકે સીરમ અને ભારત બાયોટેકે નવા પ્લાન્ટ બનાવ્યા છે. આ માટે કેટલીક કંપનીઓ સાથે સમજુતિઓ કરવામાં આવી રહી છે. વેક્સીન બનાવવી એક મુશ્કેલ કામ છે માટે તેમાં થોડો સમય લાગી શકે છે.

ડો ગુલેરિયાએ કહ્યું હતું કે, વેક્સીનની ખોટને પિરી કરવા માટે આપણે વિદેશી વેક્સીનની મદદ પણ લેવી પડી શકે છે. સ્પુતનિક, ફાઈઝર ને મોડર્ના જેવી વેક્સીન કે જેમને રેગ્યુલેટરી મંજુરી મળી ગઈ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. સાથે જ ભારત બાયોટેક અને સીરમનું પ્રોડક્શન પણ વધશે. ત્યાર બાદ જ આપણે આખા દેશમાં લોકોને કોરોનાની વેક્સીન આપવામાં સફળ થઈશું.

કેવી રીતે કંટ્રોલમાં આવશે કોરોના?

ડૉ, ગુલેરિયાએ કહ્યું હતું કે, કોરોનાની હાલની લહેરનો સામનો કરવા માટે હેલ્થ કેર સિસ્ટમને વધારે મજ્બુત કરવાની સાથો સાથ અનેક બાબતો કરવાની જરૂર છે. આ વાયરસ લોકોથી લોકોમાં ફેલાય છે. જો લોકોને એકબીજા સાથે મળવા દેવામાં ના આવે તો કોરોનાના સંક્રમણની ચેન જ તુટી જશે. માટે આકરા લોકડાઉનની જરૂર છે. જેમાં માત્ર જરૂરીયાત ધરાવતા લોકો જ ઘરની બહાર નિકળે. આ પ્રકારનું બે અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરવુ જોઈએ. માત્ર વિકેન્ડ પર જ લોકડાઉન લગાવવાનો કોઈ ફાયદો નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન