Apply this one thing regularly in the hair, it will look like four moons
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Fashion & Beauty
 • વાળમાં આ એક વસ્તુ નિયમિત લગાવો, સુંદરતામાં ચાર ચાંદ લાગશે

વાળમાં આ એક વસ્તુ નિયમિત લગાવો, સુંદરતામાં ચાર ચાંદ લાગશે

 | 7:30 am IST
 • Share

આજકાલના વધતા જતા પ્રદૂષણને કારણે વાળ એકદમ શુષ્ક અને કમજોર થઈ જાય છે. આ કારણે તેની યોગ્ય કાળજી લેવી જરૂરી બની જાય છે. સ્કીનની સાથે સાથે વાળમાટે પણ ગુલાબજળ અનેક રીતે ફાયદાકારક છે.

સ્કેલ્પ માટે ફાયદાકારક

સ્કીન માટે તો ગુલાબજળ અનેક રીતે ફાયદાકારક છે, પણ સ્કેલ્પ માટે પણ તે એટલુંજ ફાયદાકારક છે. સ્કેલ્પ સબંધી સેબોરહાઈક ડર્મેટાઈટિસની સમસ્યામા ગુલાબજળ લાભકારી છે. સેબોરહાઈક ડર્મેટાઈટિસ સ્કીન સબંધિ સોજાની સમસ્યાં છે, જે ઓઈલિ ભાગોને પોતાનું નીશાન બનાવે છે અને તેમાં સ્કેલ્પનો પણ સમાવેશ થાય છે.

તેમાં સ્કેલ્પ પર સફેદ અને પીળી પોપડીઓ બનવા લાગે છે. ગુલાબજળમાં રહેલું ઈંમ્ફેમેટરી ગુણ સાથે એન્ટીફંગલનો ગુણ પણ રહેલો છે. ગુલાબનો આ ગુણ સોજા અને ફંગસના પ્રભાવને ઓછો કરી સેબોરહાઈક ડર્મેટાઈટિસમાં આરામ આપવાનું કાર્યં કરે છે.

વાળને મોઈશ્ચર કરે છે

હેર મોઈશ્ચરાઈઝર તરીકે પણ ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે. ગુલાબજળમાં હાઈડ્રેટિંગ અને મોઈશ્ચરાઈઝરનો ગુણ રહેલો છે. વાળમાં તેનો મોઈશ્ચરાઈઝર તરીકે ઉપયોગ કરવાથી વાળમાં મોઈશ્ચર જાળવી રાખવામાં મદદ મળે છે. આ સાથે તે સ્કેલ્પની ડ્રાયનેસને પણ ઓછી કરે છે.

વધારાના તેલને શોષી લે છે

સ્કેલ્પમાંથી વધારાનું તેલ શોષવામાં પણ ગુલાબજળ સારું એવુ કામ લાગે છે. ગુલાબજળ સ્કેલ્પમાં રહેલા વધારાના તેલને સુકાવામાં મદદ કરે છે. વાળમાં ગુલાબ જળનો ઉપયોગ કેવી રીતે કરશો?

ઉપર વાત કરી કે ગુલાબજળ વાળમાટે કેવી રીતે ઉપયોગી છે પણ વાળમાં ગુલાબજળનો ઉપયોગ કરવો કેવી રીતે તે પણ જાણવું જરૂરી છે.

ગુલાબજળ અને લીંબુનો રસ

સામગ્રી

 • ગુલાબજળ : ૪થી ૫ ચમચી
 • લીંબૂનો રસ : ૪થી ૫ ટીપા

રીત

 • સૌથી પહેલા ગુલાબજળમાં લીંબૂનો રસ ભેળવો.
 • ત્યારબાદ આ મિશ્રણને વાળમાં શેમ્પૂ કરવાના એક કલાક પહેલા સારી રીતે લગાવી લો.
 • તે પછી વાળને શેમ્પૂથી ધોઈ લો.

ગુલાબજળ અને દહી

સામગ્રી

 • દહી : ૨ ચમચી
 • ગુલાબજળ : ૩થી ૪ ચમચી

રીત

 • સૌથી પહેલા એક વાસણમાં દહી અને ગુલાબજળને સારી રીતે મિક્ષ કરો.
 • આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો.
 • ૧૫થી ૨૦ મીનીટ પછી વાળને ધોઈ લો.

આ પ્રયોગથી વાળમાં ખોડોથી આરામ મળે છે.

ગુલાબજળ અને વિટામીન ઈ

સામગ્રી

 • ગુલાબજળ : ૪થી ૫ ચમચી
 • વીટામિન ઈ કેપ્સૂલ : ૨

રીત

 • સૌથી પહેલા એક બાઉલમાં ગુલાબજળ નાખો અને ત્યારબાદ વિટામીન ઈની કેપ્સૂલનું પ્રવાહી તેમાં ઉમેરો.
 • તે પછી આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરીને વાળમાં સ્પ્રે કરો.
 • એક કલાક પછી વાળને પાણીથી ધોઈ લો.

આ પ્રયોગથી વાળ મજબૂત બને છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન